શેરબજારમાં 750 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને 3.5 લાખ કરોડથી વધુ નુકસાન
February 24, 2025
શેરબજારમાં સતત પાંચમાં દિવસે મંદી યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટીમાં સપ્તાહના પહેલા જ દિવસે મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ 750 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 75000નું સપોર્ટ લેવલ તોડી 74500 સુધી તૂટ્યો હતો, જે 9 મહિનાની સૌથી નીચી સપાટી છે અને શેરબજારમાં મંદી આગળ ધપવાના સંકેત આપે છે. એનએસઇ નિફ્ટી પણ 190 પોઇન્ટના ઘટાડે ખુલ્યો હતો. ઓટો શેરને બાદ કરતા તમામ બ્લુચીપ સ્ટોક અડધાથી 3 ટકા સુધી ડાઉન હતા.
સેન્સેક્સ સતત પાંચમાં દિવસે ઘટ્યો છે. સેન્સેક્સ પાછલા બંધ 75311 સામે 4180 પોઇન્ટના નીચા ગેપમાં આજે 74893 ખુલ્યો હતો. ઓટો શેરને બાદ કરતા તમામ બ્લુચીપ શેરમાં વેચવાલી રહેલા સેન્સેક્સ 75000 સપોર્ટ લેવલ તોડી ડેન્ઝર ઝોનમાં પ્રવેશી ગયું છે. સવારના સેશનમાં જ સેન્સેક્સ 750 પોઇન્ટથી વધુ તૂટ્યો અને નીચામાં 74554 સ્પર્શ્યો હતો, જે 5 જૂન, 2024 પછીનું સૌથી નીચું લેવલ છે.
શેરબજારમાં સતત ઘટાડાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. આજે સેન્સેક્સ સવારના સેશનમાં જ 750 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. પરિણામ બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટવેલ્યૂએશન ઘટીને 398.35 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે પાછલા સપ્તાહે શુક્રવારે શેરબજાર બંધ થતા બીએસઇની માર્કેટકેપ 420.20 લાખ કરોડ રૂપિયા હતા. આમ આજે સવારમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 3.5 લાખ કરોડથી વધુ ધોવાણ થયું છે.
Related Articles
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભ...
Jun 24, 2026
અમેરિકા-ઈરાન યુદ્ધના અંતની જાહેરાતથી વાયદા બજારમાં તેજી: સોનામાં 3300 અને ચાંદીમાં 7000 રૂપિયાનો ઉછાળો
અમેરિકા-ઈરાન યુદ્ધના અંતની જાહેરાતથી વાય...
Jun 15, 2026
મિડલ ઈસ્ટમાં તણાવ છતાં ભારતીય શેરબજાર તેજીમાં, રૂપિયો મજબૂત પણ ક્રૂડમાં ભય
મિડલ ઈસ્ટમાં તણાવ છતાં ભારતીય શેરબજાર તે...
Jun 10, 2026
2,000 કરોડના ડેરિવેટિવ્ઝ એકાઉન્ટિંગ સંબંધિત ઇન્ડસઇન્ડ બેંક વિરુદ્ધ PMOમાં ફરિયાદ
2,000 કરોડના ડેરિવેટિવ્ઝ એકાઉન્ટિંગ સંબં...
Jun 03, 2026
ઇરાન-અમેરિકા તણાવની અસર, સેન્સેક્સમાં 800થી વધુ પોઇન્ટનો કડાકો, નિફ્ટી 23,300ની નીચે
ઇરાન-અમેરિકા તણાવની અસર, સેન્સેક્સમાં 80...
Jun 03, 2026
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકાથી સેન્સેક્સ-નિફ્ટી, સોના-ચાંદીમાં કડાકો, રૂપિયો 96.89ના ઐતિહાસિક તળિયે, ક્રૂડ ઓઇલ 110$ને પાર
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકાથી સેન્સ...
May 20, 2026
Trending NEWS
26 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026