Breaking News :
અમેરિકી શાંતિદૂતોની મુલાકાત બાદ રશિયનો કીવ પર ડ્રોન-મિસાઈલ હુમલો, 2ના મોત, 10 ઘાયલ, અનેક ઈમારતોને નુકસાન કૈરોમાં ઈરાને અમેરિકાને આર્થિક યુદ્ધની ધમકી આપતાં તણાવ, સાઉદીના શહેરોમાં હુથીઓનો હુમલો, 73 ઘાયલ અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજીઓ મળતાં આખરી યાદીની મુદત લંબાવાઈ, 3 ઓક્ટોબરે જાહેરાત થશે વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સંવાદ, 35000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, એક કિમીનો ગુંબજ બનાવાયો 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા

અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી

September 08, 2026

શેરબજાર બેરિસ ઝોનમાં છે, સેન્સેક્સ 76000 નીચે ખુલ્યો છે અને IT શેરમાં વેચવાલી છે. એશિયન બજારોની નરમાઇના પગલે સેન્સેક્સ ઘટીને 76000 લેવલ નીચે ખુલ્યો છે, IT અને ઓટો શેરમાં વેચવાલીનું દબાણ છે. શેરબજારમાં મોટો કડાકો આવતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. એશિયન બજારોની નરમાશથી સેન્સેક્સ નિફ્ટી પણ ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ 162 પોઇન્ટ ઘટી 76000ના સપોર્ટ લેવલ નીચે 75,970 પર ખુલ્યો છે. એનએસઈ નિફ્ટી 46 પોઇન્ટ ઘટી 23,743 પર ખુલ્યો છે. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુ તૂટી 75,770 લેવલ સુધી ઘટ્યો હતો. ભારતનો ગિફ્ટ Nifty 50 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે.

એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. અમેરિકા ઇરાન તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલમાં તેજીથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું છે. આજે એશિયન બજારો પણ નરમ ખુલ્યા હતા, જેમાં જાપાન Nikkei 225 પોઇન્ટ ઘટ્યો, કોરિયા Kospi 160 પોઇન્ટ ઘટ્યો, તાઇવાન માર્કેટ 100 પોઇન્ટ ઘટ્યું, જ્યારે જકાર્તા અને શાંઘાઇ બજારો સાધારણ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. હોંગકોંગ માર્કેટ 100 પોઇન્ટ ઘટ્યું, સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ અને સિંગાપોર માર્કેટ સાધારણ ઘટ્યા હતા.