મને દબાવવા માટે મારા પરિવાર પર કેસ દાખલ કરાયા પૂર્વ CJI રમણાનો ગંભીર આક્ષેપ
November 02, 2025
અમરાવતી- ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) એન.વી.રમણાએ અમરાવતીમાં વીઆઈટી-એપી યુનિવર્સિટીના પાંચમા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જગન મોહન રેડ્ડીની સરકાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, સાંવિધાનિક સિદ્ધાંતોનું રક્ષણ કરનારા ન્યાયિક અધિકારીઓએ પણ દબાણ અને ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે. જે ન્યાયાધીશોનો કોઈ રાજકીય કેસમાં હાથ નહોતો, તેમના પરિવારજનોને પણ રાજકીય સંગઠનોએ નિશાન બનાવ્યા હતા.
એન.વી.રમણાએ કહ્યું કે, તમે બધા જાણો છો કે મારા પરિવારને કેવી રીતે ટાર્ગેટ કરાયો અને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા. આ બધું માત્ર મને દબાવવા માટે કરવામાં આવ્યું હતું. તે મુશ્કેલ સમયમાં જે લોકો ખેડૂતોના મુદ્દાના પક્ષમાં હતા, તેમને પણ ધમકાવાયા અને દબાવાયા હતા.
પૂર્વ સીજેઆઈએ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સરકાર વિરુદ્ધના ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે સરકારે અમરાવતીને આંધ્ર પ્રદેશની એકમાત્ર રાજધાનીના બદલે ત્રણ રાજધાની યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. તેમાં વિશાખાપટ્ટનમને વહીવટી રાજધાની, અમરાવતીને વિધાનસભા રાજધાની અને કુર્નૂલને ન્યાયિક રાજધાની બનાવાઈ હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જ્યારે ઘણા રાજકારણીઓ પોતાનું વલણ લેવામાં ખચકાતા હતા અથવા મૌન રહેતા હતા, તે સમયે આ દેશના ન્યાયવિદો, વકીલો અને અદાલતો મારા બંધારણીય વચન સાથે ઊભા રહ્યા. સરકારો બદલાતી રહે છે, પરંતુ ન્યાયાલય અને કાયદાનું શાસન સ્થિરતાનો આધાર બની રહે છે.
Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026