PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
July 05, 2026
નેતાઓની મુક્તિ અને ઇન્ટરનેટ શરૂ કરવાની માંગ
મુઝફ્ફરાબાદ : પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં પાકિસ્તાન સરકાર અને સૈન્યના અત્યાચારો સામે વિરોધ પ્રદર્શનનો 27મો દિવસ ભારે તોફાની રહ્યો હતો. જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ના આહવાન પર મહિલાઓ, બાળકો અને વડીલો સહિત લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. PoKના રાવલાકોટ, મુઝફ્ફરાબાદ, કોટલી અને હથિયાબાલા સહિતના અનેક શહેરોમાં સંપૂર્ણ હડતાળ અને બજારો બંધ રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનથી આઝાદીના નારા લગાવ્યા હતા અને હિન્દુસ્તાન તરફ પાછા આવવાનો ઈશારો કરીને ભારત પાસે અનાજ માંગ્યું હતું.
પાકિસ્તાની સેના અને રેન્જર્સે પ્રદર્શનને કચડી નાખવા માટે દદિયાલ અને મુઝફ્ફરાબાદના નીલમ પુલ પર નિહત્તે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 8 લોકો ઘાયલ થયા છે. આ સિવાય, રાવલાકોટના ઇદગાહ મેદાન પર જ્યાં 80,000 પ્રદર્શનકારીઓ ડટેલા છે, ત્યાં શનિવારે સવારે પણ સેનાએ ફાયરિંગ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, PoKમાં 5 જૂનથી ઈન્ટરનેટ બંધ કરીને શરૂ કરાયેલી ગોળીબારની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 58 લોકોના મોત થઈ ચૂક્યા છે. દમન છતાં લોકો પાક સેના સામે ઝૂકવા તૈયાર નથી. કોટલી વિસ્તારમાં લોકોએ ‘છે હક અમારો આઝાદી, અમે લઈને રહીશું આઝાદી’ જેવા નારા લગાવ્યા હતા. રાવલાકોટમાં હજારો મહિલાઓએ ‘શાસકો જોઈ લો અમે તમારું મોત છીએ’ ના નારા સાથે હુકુમતને પડકાર ફેંક્યો હતો. તો વળી, શાળાની રજાના દિવસે બાળકોએ પણ રેલી કાઢીને ‘ગલીઓમાંથી બજારોમાંથી ઇન્કલાબ આવશે’ ના નારા લગાવ્યા હતા.
પ્રદર્શનકારીઓએ જેલમાં બંધ કરાયેલા નેતાઓની તાત્કાલિક મુક્તિ, રેન્જર્સની વાપસી અને ઇન્ટરનેટ સેવાઓ બહાલ કરવાની માંગ કરી છે. ઇન્ટરનેટ બંધ હોવાના કારણે ઓનલાઇન શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ફ્રીલાન્સર્સ ભારે પરેશાન છે. આ તરફ JAACના સભ્ય ઉમર નઝીર કાશ્મીરીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને કહ્યું છે કે, ‘સુરક્ષા દળો તમને ભડકાવવાનો પ્રયાસ કરશે, પરંતુ તમે હરહાલમાં શાંત રહો.’ અવામી એક્શન કમિટીએ વિદેશમાં વસતા કાશ્મીરીઓ પાસે પણ સમર્થન માંગ્યું છે. આ અંતર્ગત લંડનમાં પાકિસ્તાની દૂતાવાસની બહાર મોટો માર્ચ કાઢીને પ્રદર્શન કરવામાં આવશે, જેમાં પશ્તૂન તહફ્ફુજ મુવમેન્ટ (PTM) પણ જોડાશે.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026