હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભીષણ ગોળીબાર થયો
July 03, 2026
ચાલક દળની સૂઝબૂઝથી જહાજ બચીને ભારત પહોંચ્યું
નો રિટર્ન પોલિસી : ગાઝા, લેબનોન અને સીરિયામાંથી પરત જવાનો ઇઝરાયેલનો સ્પષ્ટપણે ઇનકાર
નવી દિલ્હી : ઇરાકથી લગભગ ૨૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલ લઈ ભારત આવતા જહાજ પર ગોળીબારનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. એમટી સેનમાર હેરલ્ડ નામનું આ ઓઇલ ટેન્કર હોર્મુઝની ખાડીમાં ઇરાની જળવિસ્તારમાં હુમલાની ઝપેટમાં આવી ગયું હતું. તેના પર મોટાપાયા પર ગોળીઓ છોડતાં તેને નુકસાન થયું હતું. જો કે ચાલકદળની સૂઝબૂઝથી જહાજ હોર્મુઝની ખાડી સફળતાપૂર્વક પાર કરી ગયું હતું.
સૌથી મોટી રાહત આપનારી વાત એ હતી કે તેમા કોઈ જાનહાનિ થઈ ન હતી. આ જહાજ પર ઇરાકનું બસરા હેવી ક્રૂડ અને બસરા હેવી ક્રૂડ ઓઇલ ટેન્કર લદાયેલું છે. હવે આ ટેન્કર ઇરાની જળવિસ્તારમાંથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગોળીઓના છરા વાગતા જહાજના નિયંત્રણ કક્ષને નુકસાન થયું છે.
આ હુમલાના પગલે તરત જ જહાજ અને તેમા સવાર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ક્રૂએ તેનો રુટ બદલી કાઢ્યો. જહાજમાં કેપ્ટન સહિત કુલ ૨૨ ક્રૂ મેમ્બર સવાર હતા. રુટ બદલ્યા પછી જહાજ બીજા કોઈપણ ભયનો સામનો કર્યા વગર ભારતીય કિનારે લાંગરવામાં સફળ રહ્યું.
ઇઝરાયેલે સ્પષ્ટ કરી દીધું છે કે તેણે નો રિટર્ન પોલિસી અપનાવી છે. આ પોલિસી હેઠળ તે હવે તેના પર હુમલો થયો હોય તે વિસ્તાર પરથી કબ્જો કે અંકુશ છોડશે નહી. અગાઉ તેણે આ વિસ્તારો છોડયા હતા, પરંતુ તેના પછી તેના પર હુમલા બંધ થયા નથી. આ સંજોગોમાં ઇઝરાયેલ ગાઝા, લેબનોન અને સીરિયા જ્યાંથી તેના પર હુમલા થયા છે તેમા એક પણ સ્થળેથી તેનું લશ્કર પરત હટશે નહી. આમ તણે ઇરાનને સ્પષ્ટ જવાબ આપી દીધો છે. જો ઇરાન આના બદલામાં અમારા પર હુમલો કરશે તો અમે પણ તેનો પર સીધો હુમલો કરીશું એમ ઇઝરાયેલે જણાવ્યું હતું.
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભારત તરફથી બિહારના ગવર્નર સૈયદ અતા હસનૈન, કેન્દ્રીય રાજ્યમંત્રી પવિત્ર માર્ગારેટા, કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદ, પીડીપી પ્રમુખ મહબુબા મુફતી અને જૈન મુનિ આચાર્ય લોકેશ સહિત કેટલાય ભારતીય પ્રતિનિધિ જશે. ઇરાને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને આમંત્રણ મોકલ્યું છે, પરંતુ તે જશે કેનહી તે સુનિશ્ચિત નથી.
પારાદીપ પોર્ટ ઓથોરિટીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે કે એમટી સન્માન હેરાલ્ડ સતત ભારતીય નૌકાદળ સાથેના તાલમેળમાં કામ કરી રહ્યું હતું. હોર્મુઝમાં થયેલા ગોળીબારના કારણે નુકસાન સહન કરવા છતાં જહાજ પહેલી જુલાઈના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે સુરક્ષિત રીતે ભારતના પારાદીપ બંદરે પહોંચી ગયું હતું. હાલમાં તો કેપ્ટન અને ક્રૂ કાર્ગો ઉતારવામાં લાગેલા છે. તેમના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026