ડ્રીમ પ્રોજેક્ટમાં કરોડોનું સ્કેમ ! અભિષેક બેનરજીની મુશ્કેલી વધી
July 05, 2026
બિષ્ણુપુર : સેવાશ્રય કાર્યક્રમમાં કથિત અનિયમિતતાઓને લઈને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી પર કાનૂની દબાણ વધી ગયું છે. ડાયમંડ હાર્બર પોલીસ સ્ટેશન બાદ હવે બિષ્ણુપુર પોલીસ સ્ટેશનમાં પણ ટીએમસી સાંસદ વિરૂદ્ધ વધુ એક FIR નોંધવામાં આવી છે. ભાજપ નેતા અભિજીત દાસ બોબીની ફરિયાદના આધારે પોલીસે આ નવો ગુનો દાખલ કરીને તપાસ તેજ કરી છે.
રાજ્યમાં સત્તા પરિવર્તન થયા બાદ અભિષેક બેનર્જીના આ ડ્રીમ પ્રોજેક્ટ સામે એક પછી એક સનસનાટીપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે. સેવાશ્રય કેમ્પમાં કરોડો રૂપિયાના નાણાકીય ફ્રોડના આક્ષેપો લાગ્યા છે. પ્રશાસન તરફથી મળેલી માહિતી અનુસાર, સ્વાસ્થ્ય વિભાગ પાસેથી કોઈ પણ પ્રકારની મંજૂરી કે લાયસન્સ લીધા વગર જ આ સેવાશ્રય કેમ્પ ખુલ્લેઆમ ચલાવવામાં આવી રહ્યો હતો. આ મામલે હવે સ્વાસ્થ્ય વિભાગે જાતે જ તપાસ શરૂ કરી દીધી છે. બિષ્ણુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી નવી FIRમાં અભિષેક બેનર્જી (Abhishek Banerjee)ની મુશ્કેલીઓ વધારી દીધી છે. પોલીસ દ્વારા આ કેસમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, એટોમિક એનર્જી એક્ટ અને નેશનલ મેડિકલ કમિશન (NMC) એક્ટ જેવી કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં માત્ર અભિષેક બેનર્જી જ નહીં, પરંતુ તેમના અનેક નજીકના સાથીઓના નામ પણ આરોપી તરીકે સામેલ છે. FIRની યાદીમાં તેમના PA સુમિત રોય, અયાન ઘોષ દસ્તીદાર અને જહાંગીર ખાન સહિત ફલતાના કેટલાક સ્થાનિક નેતાઓના નામ છે. આ ઉપરાંત, આ કેમ્પમાં દર્દીઓની તપાસ કરનારા ડોક્ટરો, લેબ ટેકનિશિયન, સ્ટાફ અને નર્સો વિરૂદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Related Articles
ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારી, ચિરાગ પાસવાનના નિવેદને ભાજપનું વધાર્યું ટેન્શન
ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારી, ચિરાગ પાસવ...
Jul 05, 2026
12 વર્ષમાં પેપર લીકની 90મી ઘટના, રાહુલ ગાંધીની આગેવાનીમાં આંદોલન થશે
12 વર્ષમાં પેપર લીકની 90મી ઘટના, રાહુલ...
Jul 05, 2026
વરસાદનો કહેર, દિલ્હીમાં અનેક વિસ્તારો જળબંબાકાર, 15 ફ્લાઈટને અસર
વરસાદનો કહેર, દિલ્હીમાં અનેક વિસ્તારો જળ...
Jul 05, 2026
બદ્રિનાથ ધામમાં દાન મામલે હોબાળો ! CCTVની તપાસ બાદ મંદિર સમિતિ એક્શનમાં
બદ્રિનાથ ધામમાં દાન મામલે હોબાળો ! CCTVન...
Jul 05, 2026
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભીષણ ગોળીબાર થયો
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભ...
Jul 03, 2026
ન્યાયતંત્રમાં એઆઇના દુરુપયોગને રોકવા યોગ્ય નીતિ નિયમો ઘડવા બાર કાઉન્સિલને સુપ્રીમનો આદેશ
ન્યાયતંત્રમાં એઆઇના દુરુપયોગને રોકવા યોગ...
Jul 03, 2026
Trending NEWS
04 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
02 July, 2026
02 July, 2026