Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

વિસાવદર પેટાચૂંટણી: AAPની ફરિયાદ પછી બે બુથ પર આવતીકાલે ફરી મતદાન થશે

June 20, 2025

વિસાવદર : ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ગઈકાલે ગુરુવારે (19 જૂન) પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જ્યારે વિસાવદર વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બુથ કેપ્ચરિંગની નોંધાવાયેલી ફરિયાદ બાદ ચૂંટણી પંચ દ્વારા માલીડા અને નવા વાઘણીયા બુથ પર મતદાન રદ કરવામાં આવ્યું છે. જેથી હવે આ બંને બુથ પર આવતીકાલે શનિવારે (21 જૂન) સવારે  7:00 થી સાંજે 06:00 વાગ્યામાં ફરીથી મતદાન થશે. વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ 23 જૂને જાહેર કરાશે.
મળતી માહિતી મુજબ, AAPની બુથ કેપ્ચરિંગની ફરિયાદને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા વિસાવદરના નવા વાઘણિયા ગામના બુથ નંબર 111 અને માલીડા ગામના બુથ નંબર 86 પર પુનઃ મતદાન યોજાવાનો નિર્ણય કર્યો છે. આ બંને બુથ પર બુથ કેપ્ચરિંગ અને બોગસ મતદાનની ફરિયાદોની ગંભીરતાથી તપાસ કરાઈ હતી.