અમેરિકામાં રેસ્ટોરન્ટમાં માથાફરેલ યુવકનો અંધાધૂંધ ગોળીબાર, 3ના મોત
September 28, 2025
નોર્થ કેરોલિના : અમેરિકામાં એક શૂટરે આડેધડ ફાયરિંગ કરતાં ત્રણ લોકોના મોત થયા હતાં, જ્યારે અનેક ઘાયલ થયા હતાં. નોર્થ કેરોલિનામાં આવેલી એક રેસ્ટોરન્ટમાં એક શૂટરે બોટમાંથી આડેધડ ફાયરિંગ કર્યું હતું. જેથી રેસ્ટોરન્ટમાં અફરાતફરી મચી હતી. પોલીસે જણાવ્યા અનુસાર, આ ફાયરિંગમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતાં. જ્યારે સાત લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત પામ્યા હતા. ઈજાગ્રસ્તોને તુરંત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સીટી મેનેજર નોહ સાલ્ડો આ ઘટનાના પ્રત્યક્ષદર્શી હતા. તેમણે જણાવ્યું કે, શૂટર બોટમાંથી નીચે ઉતરી રેસ્ટોરન્ટ તરફ ધસી આવ્યો હતો. અને ભીડ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. આ ઘટનામાં અનેકને ઈજા થઈ હતી. જેમાં ઘણા ગંભીર હોવાથી મોતનો આંકડો વધવાની શક્યતા છે.
નોર્થ કેરોલિનામાં પ્રચલિત પબ અને રેસ્ટોરન્ટ અમેરિકન ફિશ કંપનીમાં શનિવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે એક શૂટર બોટમાં બેસીને આવ્યો હતો. અને તેણે બોટ પરથી જ રેસ્ટોરન્ટ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ રેસ્ટોરન્ટ વિલ્મિંગટનથી 20 માઈલ દૂર સાઉથપોર્ટ યાટ બેસિન વિસ્તારમાં 150 યાટ બેસિન ડ્રાઈવ પર આવેલી છે.
Related Articles
મને તો યુદ્ધમાં 32 દિવસ જ થયા છે...', ઈરાનમાં નિષ્ફળતાથી ટ્રમ્પે ધુંઆપુંઆ થઈને ‘વૉર હિસ્ટરી’ યાદ કરી
મને તો યુદ્ધમાં 32 દિવસ જ થયા છે...', ઈર...
Apr 02, 2026
ના હોર્મુઝ ખુલશે, ના વાત થશે: યુદ્ધમાંથી ટ્રમ્પના 'એક્ઝિટ પ્લાન' બાદ ઈરાનની ધમકી
ના હોર્મુઝ ખુલશે, ના વાત થશે: યુદ્ધમાંથી...
Apr 01, 2026
ઇરાનની અમેરિકાને ખુલ્લી ધમકી, પશ્ચિમ એશિયામાં અમેરિકન કંપનીઓ પર હુમલા કરાશે
ઇરાનની અમેરિકાને ખુલ્લી ધમકી, પશ્ચિમ એશિ...
Apr 01, 2026
યુદ્ધનો ભયાનક ખર્ચ: અમેરિકા દર સેકન્ડે ખર્ચે છે રૂ. 9.8 લાખ, રોજનો રૂ. 8,455 કરોડનો ધુમાડો!
યુદ્ધનો ભયાનક ખર્ચ: અમેરિકા દર સેકન્ડે ખ...
Mar 31, 2026
ફિલિપાઈન્સમાં ડીઝલ 81% મોંઘું, US-કેનેડામાં પણ ભાવવધારો
ફિલિપાઈન્સમાં ડીઝલ 81% મોંઘું, US-કેનેડા...
Mar 30, 2026
'ગ્રાઉન્ડ ઓપરેશન'માં એકલું પડ્યું અમેરિકા! ઈરાનમાં પગ નહીં મૂકે ઈઝરાયલની સેના, ટ્રમ્પની વધી મુશ્કેલી
'ગ્રાઉન્ડ ઓપરેશન'માં એકલું પડ્યું અમેરિક...
Mar 30, 2026
Trending NEWS
01 April, 2026
01 April, 2026
31 March, 2026
31 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026