Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

ભારતની પાકિસ્તાન સામે ભવ્ય જીત, કિંગ કોહલીની સદી

February 23, 2025

પાકિસ્તાન 241 પર ઓલઆઉટ, પાવરપ્લેમાં શુભમન ગિલની તાબડતોબ બેટિંગ

ઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી હાઈ વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. હાર્દિક પંડ્યાએ મેદાનમાં આવતાં જ તાબડતોબ બેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે તે મેચ પૂરી કરી શક્યો નહોતો. તેણે 6 બોલમાં 8 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે વન-ડે ક્રિકેટમાં 21મી અર્ધી સદી પૂરી કરી હતી. તે 56 રન બનાવી આઉટ થયો હતો. તેણે મેચ દરમિયાન 102 મિટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. આ દર્શનીય શોટ જોઈ પ્રેક્ષકો દંગ રહી ગયા હતા. ભારતને જીત માટે છેલ્લી 15 ઓવરમાં 53 રનની જરૂર હતી. શ્રેયસ અને કોહલી બંનેએ વિકેટ વચ્ચે ખૂબ ઝડપથી દોડી રન બનાવ્યા હતા. 
કોહલીની મનપસંદ પ્રતિસ્પર્ધી ટીમ પાકિસ્તાન છે. ફરી એક વખત પાકિસ્તાન સામે તેણે જબરદસ્ત બેટિંગ કરી પોતાનો ક્લાસ બતાવી દીધો. તેણે આ મેચમાં અર્ધી સદી ફટકારતાં સાથે ICC ટુર્નામેન્ટમાં 23મી વખત 50થી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ બનાવ્યો.

આવું અગાઉ માત્ર સચિન તેંડુલકરે જ કર્યું છે. ભારતની ઇનિંગની 11મી ઓવરમાં રૌફની બોલિંગ દરમિયાન પાકીસ્તાની ફિલ્ડર્સે ગિલ અને કોહલીના કેચ છોડ્યા હતા. ત્યાર બાદ 12 મી ઓવરમાં રિઝવાને સ્પિનરને બોલ સોંપ્યો હતો. રોહિત આઉટ થયા બાદ શુભમન ગિલે ફટકાબાજી કરવાનું ચાલુ રાખ્યું હતું. પાવર પ્લેમાં 10 ઓવરમાં ભારતીય ટીમે 64 રન બનાવ્યા હતા. ભારતીય ટીમને પહેલો સૌથી મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે રોહિત શર્મા 15 બોલ પર 20 રન બનાવીને આઉટ થયો. શાહીન આફ્રિદીના બોલ પર રોહિત શર્મા આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 1 છગ્ગો અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. ત્યાર બાદ વિરાટ કોહલી અને શુભમન ગિલ ક્રિઝ પર ટકી રહ્યા હતા. પાકિસ્તાનની ટીમ ભારત સામે પૂરી 50 ઓવર્સ રમી શકી નહોતી. પાક. બેટર્સની ધીમી રમત બાદ ટીમે 49.4 ઓવર્સના અંતે 10 વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. ભારતને આ મેચ જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.  કુલદીપ યાદવે પાકિસ્તાનની છઠ્ઠી અને સાતમી વિકેટ ઝડપી હતી. જેમાં તેણે સતત બે બોલમાં બે વિકેટ ઝડપતાં સલમાન આગા અને શાહીન આફ્રિદીને પેવેલિયનભેગા કરી દીધા હતા. જેના કારણે આ મેચમાં પણ હેટ્રીકની તક ઊભી થઈ હતી. અગાઉ બાંગ્લાદેશ સામેની મેચમાં અક્ષર પટેલને આવી તક મળી હતી અને હવે કુલદીપ યાદવે પણ આવી સ્થિતિ ઊભી કરી હતી. જો કે બંને બોલર્સ આ તકોને હેટ્રીકમાં કન્વર્ટ કરી શક્યા નહોતા.