રશિયાનો યુક્રેન પર મોટો હુમલો, પોક્રોવસ્કને ચોતરફથી ઘેરી લેવાયું
November 09, 2025
ઈમારતમાં આગ લાગી ગઈ હતી અને અનેક એપાર્ટમેન્ટનો નાશ થઈ ગયો હતો.
ડીનિપ્રો- રશિયાએ પૂર્વીય યુક્રેનમાં શનિવારે(8 નવેમ્બર) ચોથા સૌથી મોટા શહેર ડીનિપ્રોમાં વહેલી સવારે લોકો સૂઈ રહ્યા હતા ત્યારે એક ટાવર બ્લોક પર ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં ત્રણ લોકોનાં મોત થયા હતા અને 12 લોકોને ઈજા પહોંચી હતી. આ સાથે રશિયાએ 32 બેલેસ્ટિક મિસાઈલ સહિત 45 મિસાઈલ અને 458 ડ્રોનથી યુક્રેનના ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત 25 સ્થળો પર હુમલા કર્યા હતા. બીજીબાજુ પૂર્વીય યુક્રેનમાં રણનીતિકરૂપે મહત્ત્વપૂર્ણ શહેર પોક્રોવસ્ક અને કુપિહાંસ્કમાં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ નિર્ણાયક સ્તરે પહોંચી ગયું છે. યુક્રેને જણાવ્યું હતું કે, રશિયાના ડ્રોન અને મિસાઈલ હુમલામાં ડીનિપ્રોની નવ માળની એક ઈમારતમાં આગ લાગી ગઈ હતી અને અનેક એપાર્ટમેન્ટનો નાશ થઈ ગયો હતો.
યુક્રેનની સાથે યુદ્ધમાં રશિયાને મોટી સફળતા મળતી દેખાઈ રહી છે. રશિયા ટૂંક સમયમાં જ પૂર્વ યુક્રેનના સૌથી મહત્ત્વપૂર્ણ શહેર પોકરોવ્સ્ક પર કબજો કરી શકે છે. રશિયાના સૈનિકો આ શહેરમાં ઘુસી ચૂક્યા છે અને તેમની યુક્રેની સૈનિકો સાથે અથડામણ તેજ થઈ ગઈ છે. યુક્રેનના એક બટાલિયન કમાન્ડરે સીએનએનને કહ્યું કે, તેઓ શહેરની ચોતરફથી ઘેરાઈ ચૂક્યા છે. સીએનએનના સૂત્રોએ દાવો કર્યો કે, 'પોકરોવસ્ક શહેરનું પતન હવે રશિયાના હાથે નક્કી છે. એક બટાલિયન કમાન્ડરે નામ ન જાહેર કરવાની શરતે કહ્યું કે, સ્થિતિ ગંભીર છે, ચોતરફ યુદ્ધ ચાલી રહ્યું છે, શહેરી વિસ્તારોમાં ફાયરિંગ થઈ રહ્યા છે અને દરેક પ્રકારના હથિયારોથી હુમલા થઈ રહ્યા છે. અમે લગભગ ઘેરાઈ ચૂક્યા છીએ, પરંતુ અમને તેની આદત થઈ ગઈ છે.' બચાવ કર્મચારીઓને ત્રણ લોકોના મૃતદેહ મળ્યા હતા જ્યારે ઈજાગ્રસ્તોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. યુક્રેન પર આક્રમણના ચાર વર્ષ પછી પણ રશિયા લગભગ રોજ ડ્રોન અને મિસાઈલથી હુમલા કરી રહ્યું છે. યુક્રેને શનિવારે કહ્યું હતું કે, તેણે રશિયાના 406 ડ્રોન અને નવ મિસાઈલ તોડી પાડ્યા હતા.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026