Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

પશ્ચિમ આફ્રિકામાં મોટી દુર્ઘટના, દરિયામાં બોટ પલટતા 70 લોકોના મોતથી હડકંપ

August 30, 2025

પશ્ચિમ આફ્રિકામાં મોટી દુર્ઘટના બની છે. અહીં એક પ્રવાસીઓ સવાર જહાજ ડૂબતા 70 લોકોના મોત થયા છે. આ અંગે ગામ્બિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠે સ્થળાંતર કરનારાઓને લઈ જતી એક જહાજ પલટી જતાં ઓછામાં ઓછા 70 લોકોના મોત થયા છે. બોટમાં લગભગ 150 મુસાફરો હતા, જેમાંથી 16ને બચાવી લેવામાં આવ્યા છે. અન્ય લોકોની શોધખોળ કરાઈ રહી છે. ગેમ્બિયાથી રવાના થયેલું આ જહાજ બુધવારે મૌરિટાનિયાના દરિયાકાંઠે ડૂબી ગયું હતું. પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠેથી કેનેરી ટાપુઓ તરફ જતો એટલાન્ટિક સ્થળાંતર માર્ગ વિશ્વના સૌથી ઘાતક માર્ગોમાંનો એક છે. અવાર-નવાર આ દરિયાઈ માર્ગ પર બોટ દુર્ઘટના બનતી રહે છે.