20 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષે નિર્દોષ છૂટેલા પોલીસકર્મીનું કોર્ટના ચુકાદા બાદ નિધન
February 06, 2026
અમદાવાદ : ન્યાય વિલંબિત હોઈ શકે છે, પરંતુ તે ક્યારેક કેટલો કરુણ હોય છે તેનું જીવંત ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું છે. માત્ર 20 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષ સુધી કાયદાકીય જંગ લડનાર એક નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ બાબુ પ્રજાપતિને હાઈકોર્ટે નિર્દોષ તો જાહેર કર્યા, પરંતુ આ ખુશીના સમાચાર તેમના જીવનનો છેલ્લો વિજય સાબિત થયા. ચુકાદાની ગણતરીની કલાકોમાં જ તેમનું કુદરતી મૃત્યુ નિપજ્યું છે.
આ ઘટનાની શરૂઆત વર્ષ 1997માં થઈ હતી. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વિશાલા જંક્શન પાસે ફરજ બજાવતા તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ બાબુ પ્રજાપતિ પર માત્ર 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ છટકું ગોઠવી તેની ધરપકડ કરી હતી. વર્ષ 2004માં ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને દોષિત ઠેરવી ત્રણ વર્ષની સજા ફટકારી હતી. આ ચુકાદા સામે પોલીસકર્મીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને 27 વર્ષ સુધી સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એસ. વી. પિન્ટોની કોર્ટે આ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે, લાંચની માંગણી અને સ્વીકાર બાબતે સરકારી પક્ષ પૂરતા અને વિશ્વસનીય પુરાવા રજૂ કરી શક્યું નથી. પુરાવાઓના અભાવે હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો રદ કર્યો અને પોલીસકર્મીને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026