Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત

July 19, 2025

ઉત્તર પ્રદેશમાં શનિવારે (19મી જુલાઈ) વહેલી સવારે  યમુના એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. દિલ્હીથી આગ્રા જઈ રહેલી હાઈ સ્પીડ ઈકો કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પિતા અને બે પુત્રો સહિત 6 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. જ્યારે પત્ની અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહો કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તનો સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.   મળતી માહિતી અનુસાર, ટક્કર એટલી ગંભીર હતી કે ઈકો કાર કચ્ચરઘાણ વળી ગયો હતો. અંધારાને કારણે ઈજાગ્રસ્ત લોકો લાંબા સમય સુધી કારમાં ફસાયેલા રહ્યા, ત્યારબાદ પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે ગેસ કટરથી કારના પતરા કાપીને બધાને બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ આગ્રાના હરલાલપુરાના રહેવાસી ધરમવીર અને તેના બે પુત્રો રોહિત અને આર્યન તરીકે થઈ છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના મુરેનાના બે સગા ભાઈ દલવીર અને પારસ તોમરના પણ મોત થયા છે. એકની ઓળખ હજુ સુધી થઈ નથી. ઈજાગ્રસ્તમાં ધરમવીરની પત્ની સોની અને પુત્રી પાયલનો સમાવેશ થાય છે. મૃતકોમાં બે પરિવારના લોકોનો સમાવેશ થાય છે. એક પરિવાર આગ્રાનો છે જ્યારે બીજો પરિવાર મધ્ય પ્રદેશના મુરેનાનો છે. આ મામલે પોલીસે સંબંધીઓને જાણ કરી છે. મથુરાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક શ્લોક કુમારે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઈકો કારચાલકને ઝોકું આવતા અકસ્માત સર્જ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઈકો કાર દિલ્હીથી આગ્રા જઈ રહી હતી. કારમાં 9 લોકો હતા, જેમાંથી 6 લોકોના મોત થયા હતા. ઈજાગ્રસ્તોને આગ્રા રિફર કરવામાં આવ્યા છે.' મુખ્યમંત્રીએ પણ આ અકસ્માતની નોંધ લીધી છે અને  અધિકારીઓને ઈજાગ્રસ્તને સારી સારવાર આપવા જણાવ્યું છે.