Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

પાકિસ્તાની સૈન્યની છાવણીમાં વિસ્ફોટક ભરેલું વાહન લઈને ઘૂસ્યો આતંકી, 7 સૈનિકોના મોત

October 17, 2025

મીર અલી- 7 પાકિસ્તાની સૈનિકોને ભરખી જતો એક મોટો આત્મઘાતી હુમલો પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના ઉત્તરી વઝિરિસ્તાનમાં થયો. હુમલાનું સ્થળ, વઝિરિસ્તાન વિસ્તારનો મીર અલી જિલ્લો, અફઘાનિસ્તાનની સરહદથી માત્ર થોડે જ દૂર છે. એવું જાણવા મળ્યું છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન આ આતંકી હુમલા પાછળ છે. આ હુમલામાં, આત્મઘાતી હુમલાવરે વિસ્ફોટકોથી ભરેલી ગાડીને મિલિટરી કેમ્પમાં ઘૂસાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાહન દીવાલ સાથે ટકરાતા જ તેમાં વિસ્ફોટ થયો હતો
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ આતંકી હુમલાના વીડિયોમાં પાકિસ્તાની સેનાની છાવણીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્પષ્ટપણે દેખાય છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલેથી જ તણાવપૂર્ણ સ્થિતિ છે, તેવા સમયે આ હુમલો થયો છે. અફઘાનિસ્તાનના હુમલાઓમાં અનેક ડઝન પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાની માહિતી છે. આ સાથે જ, પાકિસ્તાનનો દાવો છે કે તેણે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને કંદહાર જેવા મહાનગરોને પણ લક્ષ્યાંક બનાવ્યા હતા. બુધવારની સાંજથી સીઝફાયર લાગુ હોવા છતાં, બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ હજી પણ યથાવત છે.