વ્હાઈટ હાઉસમાં કટ્ટર રાજકીય હરીફ ટ્રમ્પ અને મેયર ઝોહરાન મમદાની વચ્ચે બેઠક
November 22, 2025
અમેરિકાના વ્હાઇટ હાઉસમાં બે પ્રતિષ્ઠિત વ્યક્તિ વચ્ચેની બેઠક અત્યારે ચર્ચાનો વિષય બની છે. શુક્રવારના રોજ વ્હાઇટ હાઉસમાં બે કટ્ટર રાજકીય હરીફ ગણાતા ટ્રમ્પ અને ન્યુયોર્ક શહેરના ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાની વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના આકરા તેવર જોવા મળ્યા. ટ્રમ્પે મમદાનીને અનેક વખત ગરમ સ્વરમાં સંબોધિત કર્યા જ્યારે મમદાનીએ સ્થાનિક કાયદાઓ, માનવ અધિકારો અને આંતરરાષ્ટ્રીય નીતિ પર તેમના સ્પષ્ટ વલણનો પુનરોચ્ચાર કર્યો.
વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પ અને મેયર ઝોહરાન મમદાની વચ્ચે પ્રથમ ઔપચારિક બેઠક યોજાઈ હતી. દરમિયાન બંને નેતાઓએ ગુના, સ્થળાંતર, સુરક્ષા અને રહેઠાણ જેવા મુદ્દાઓ પર સહયોગનું વચન આપ્યું હતું. એક સમયે એકબીજા પર કાદવ ઉછાળનારા મમદાની અને ટ્રમ્પ પ્રથમ મુલાકાતમાં સૌહાર્દપૂર્ણ ઔપચારિક વાતચીતથી શરૂઆત કરી હતી. બાદમાં ધીરેધીરે ટ્રમ્પ મમદાની તરફ આક્રમક બનવા લાગ્યા. ઝોહરાન મમદાનીએ એક પ્રશ્નનો જવાબ આપતા હતા ત્યારે ટ્રમ્પે તેમને અટકાવતા કહ્યું, "કોઈ વાંધો નહીં, ફક્ત સીધું કહો. સમજાવવા કરતાં તે સરળ છે. મને કોઈ વાંધો નથી."
વાસ્તવમાં, ટ્રમ્પે આ વાત ત્યારે કહી જ્યારે મમદાનીને પૂછવામાં આવ્યું કે શું તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પને 'ફાસીવાદી' માને છે. આ વાતચીતને બંને વચ્ચે બદલાતા સમીકરણના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. ટ્રમ્પે બાદમાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "ન્યૂ યોર્ક શહેરના નવા મેયર ઝોહરાન મમદાનીને મળવું ખૂબ જ સન્માનની વાત છે!" "જો રસ્તાઓ સુરક્ષિત નહીં હોય, તો તમે સફળતા મેળવી શકશો નહીં."
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026