Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

મતદાર પાત્રતા સાબિત કરવા આધાર કાર્ડ, વોટર ID, રૅશન કાર્ડ પર ભરોસો ન કરાય: SCમાં ચૂંટણી પંચની દલીલ

July 22, 2025

બિહારમાં ભારતીય ચૂંટણી પંચના આદેશને લઈને વોટર લિસ્ટ રિવિઝનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વળી, બીજી બાજુ વિપક્ષ આ પ્રક્રિયા દ્વારા મતદારોને મતદાનથી વંચિત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. જોકે, ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીમાં ચેડાં કરવાના આરોપોને નકારી દીધા છે. બિહારમાં SIR મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું કે, 'અમે મતદાર યાદીમાંથી નકલી મતદારોને દૂર કરવા પોતાની બંધારણીય જવાબદારી નિભાવી રહ્યા છે, જેનાથી મતદારોને કોઈ તકલીફ નથી.' વળી, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ અને રાશન કાર્ડ બિહારમાં મતદાર યાદી રિવિઝન માટે માન્ય દસ્તાવેજો નથી. કારણ કે આ દસ્તાવેજો પર ભરોસો કરી શકાય નહીં. ચૂંટણી પંચે કહ્યું કે, આધાર કાર્ડ ફક્ત એક ઓળખ પ્રમાણ છે. દેશમાં મોટી સંખ્યામાં નકલી રાશન કાર્ડ છે. જેથી હાજર મતદાર કાર્ડ પર નિર્ભર રહેવાથી વિશેષ અભિયાન નિરર્થક બની જશે. જોકે, ચૂંટણી પંચે એ વાત પર ભાર મૂકતા કહ્યું કે, મતદાર યાદીમાં નામ ન હોવાના કારણે કોઈ વ્યક્તિની નાગરિકતા સમાપ્ત નહીં થાય. મોડી સાંજે સુપ્રીમ કોર્ટમાં દાખલ એક વિસ્તૃત સોગંદનામામાં ચૂંટણી પંચે કહ્યું કે, 'આ પ્રક્રિયામાં કોઈપણ કાયદો અને મતદાતાઓના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન નથી થયું. SIR પ્રક્રિયા હેઠળ, કોઈ વ્યક્તિની નાગરિકતા એ આધાર પર સમાપ્ત કરવામાં નહીં આવે કે તેને મતદાર યાદીમાં નોંધણી માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યો છે. નકલી રાશન કાર્ડની વ્યાપક હાજરીને ધ્યાનમાં રાખીને યોગ્યતાની ચકાસણી માટે 11 દસ્તાવેજોની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.'