અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો

July 08, 2025

અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશની દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ એર ઇન્ડિયાના AI 171 પ્લેન ક્રેશનો પ્રાથમિક રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપ્યો છે. અમદાવાદમાં 12 જૂન ગુરુવારના રોજ બપોરે 1.38 વાગ્યે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી AI 171 ફ્લાઇટે ઉડાન ભરી હતી, જેની બે મિનિટમાં જ 1.40 વાગ્યે જ વિમાન ધડાકાભેર બીજે મેડિકલ કૉલેજની હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું હતું. જેમાં સવાર 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. એકમાત્ર મુસાફરનો આબાદ બચાવ થયો હતો. ઇમારતમાં ઉપસ્થિત અને આસપાસના અન્ય 19 લોકો પણ માર્યા ગયા હતા.