મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ચીફ ઓફિસર વિરૂદ્ધ કાર્યવાહી, આગામી 3 વર્ષ નહીં મળે પગાર-ભથ્થું

July 18, 2025

મોરબી : મોરબીમાં ઝૂલતા પુલકાંડમાં 135 નિર્દોષ લોકોના મોત નિપજ્યાં હતા. સમગ્ર ઘટના મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, ત્યારે મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને હાઈકોર્ટના કડક વલણ બાદ સરકારે કાર્યવાહી કરી છે. જેમાં મોરબીના તત્કાલીન ચીફ ઓફિસર સંદિપ ઝાલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના તત્કાલીન ચીફ ઓફિસર સંદિપ ઝાલા સામે ગુજરાત સિવિલ સર્વિસ રુલ 1971 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તેમને હાલમાં મળવાપાત્ર પગારધોરણમાં ત્રણ વર્ષ માટે રોક લગાવી દેવામાં આવી છે. સંદિપ ઝાલાના વાર્ષિક ઈજાફા પર રોક લગાવવા માટે GPSCને જાણ કરાઈ છે. 
મોરબીના મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલને આપવામાં આવ્યો હતો. પુલની મજબુતાઇ ચકાસ્યા વગર ઓરેવા ગ્રૂપ દ્વારા આ બ્રિજને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકી દેવામાં આવતા પુલ ધસી પડ્યો હતો અને આ ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.