કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશંકા : પેટાળમાં તણાવ વધતા વિસ્તારને અતિ જોખમી ક્ષેત્ર જાહેર કરાયો
June 29, 2026
ગુજરાતમાં ભૂકંપના જોખમ અંગેના તાજેતરના મૂલ્યાંકન અહેવાલમાં પૂર્વ કચ્છના વાગડ પંથકને અતિ જોખમી ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાપર, ભચાઉ અને સામખિયાળી તેમજ તેની આસપાસના ગ્રામીણ વિસ્તારો સક્રિય ભ્રંશ રેખાઓ પર આવેલા હોવાથી વૈજ્ઞાનિકો ભારે ચિંતામાં મુકાયા છે. જમીનના પેટાળમાં સતત વધી રહેલા તણાવને કારણે આ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતાનો મોટો આંચકો આવી શકે તેવી ગંભીર આશંકા ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નવા વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ દક્ષિણ વાગડ અને કચ્છની મુખ્ય ભ્રંશ રેખાઓ હજુ પણ સક્રિય હોવાથી જમીનની અંદર સતત ઊર્જા અને દબાણ એકઠું થઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે વર્ષ 2001માં આવેલા પ્રચંડ ભૂકંપનું કેન્દ્રબિંદુ પણ ભચાઉ નજીક જ હતું, જેણે આખા વિસ્તારમાં ભારે તારાજી સર્જી હતી. હવે ફરીથી આ જ પટ્ટામાં ભૂગર્ભીય હિલચાલ તેજ બનતા ભવિષ્યમાં મોટી હોનારત સર્જાવાનો ખતરો તોળાઈ રહ્યો છે.
વાગડ પંથકની ભૌગોલિક રચના જોતા અહીંની જમીન મુખ્યત્વે રેતાળ અને કાંપવાળી છે, જે ભૂકંપના આંચકા વખતે સામાન્ય કરતાં વધુ ધ્રુજારી અનુભવે છે. આ ઉપરાંત, તીવ્ર આંચકા દરમિયાન રેતાળ જમીન પ્રવાહી જેવું સ્વરૂપ ધારણ કરી લેતી હોવાથી મકાનોના પાયા જમીનમાં ગરકાવ થઈ જાય છે. જમીનની આ લાક્ષણિકતાને કારણે દુર્ઘટના સમયે નુકસાનીનું પ્રમાણ અનેકગણું વધી જાય છે.
વર્ષ 2001ની હોનારત બાદ વાગડ વિસ્તારમાં મોટા પાયે ઔદ્યોગિક વિકાસ થયો છે, જેમાં અનેક નવી વસાહતો, કારખાનાં અને પવનચક્કીના પ્રકલ્પો શરૂ થયા છે. પરંતુ ખેદજનક બાબત એ છે કે આમાંના મોટાભાગના બાંધકામોમાં ભૂકંપ સામે રક્ષણ આપતા નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. આજે પણ રાપર અને ભચાઉ જેવા શહેરી વિસ્તારોમાં અનેક જૂના, જર્જરિત અને નબળા બાંધકામવાળા મકાનો મોજૂદ છે, જે સંભવિત ખતરા વખતે મોટી જાનહાનિ નોતરી શકે છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026