મુંબઈ બાદ અમદાવાદ-દિલ્હી વચ્ચે દોડશે દેશની હાઈસ્પીડ બુલેટ ટ્રેન
June 29, 2026
મુંબઈ : કેન્દ્ર સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન બાદ હવે દિલ્હી-વારાણસી-સિલીગુડી હાઈસ્પીડ રેલ કૉરિડોર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના અનુભવોથી શીખ મેળવી દિલ્હી-વારાણસી-સિલિગુડી બુલેટ ટ્રેનની કામગીરી આગળ વધારવાનો નિર્ણય લીધો છે. સૌપ્રથમ દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન રૂટ પછી વારાણસી-પટણા-સિલીગુડી રૂટ તૈયાર કરવામાં આવશે. આનો લાભ બિહાર અને બંગાળ સહિત 4 રાજ્યોને મળશે, કારણ કે દિલ્હી-સિલીગુડી બુલેટ ટ્રેન ચાર રાજ્યોને જોડશે, જે દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન રૂટ હશે. સરકારે બે વર્ષની અંદર બુલેટ ટ્રેનનું કામ શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આમાંથી સૌથી વધુ દિલ્હી-વારાણસી કૉરિડોરને પ્રાથમિકતામાં રખાઈ છે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) અને રેલવે મંત્રાલય ભવિષ્યમાં દિલ્હીને વિશાળ હાઈ સ્પીડ રેલ (HSR) હબ બનાવવાની વિચારણા કરી રહી છે, જેમાં દિલ્હી-વારાણસી હાઈસ્પીડ કૉરિડોર ઉપરાંત દિલ્હી-અમદાવાદ હાઈ-સ્પીડ કૉરિડોર, દિલ્હી-અમૃતસર-જમ્મૂ કૉરિડોર સામેલ છે.
દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન રૂટની લંબાઈ 865 કિલોમીટર છે. આ ટ્રેન દિલ્હી (હજરત નિજામુદ્દીન), નોઈડા, જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ, મથુરા, આગરા, ફિરોજાબાદ, ઈટાવા, કન્નૌજ, લખનઉ, રાયબરેલી, પ્રયાગરાજ (ઈલાહાબાદ), ન્યૂ ભદોહીથી થઈને વારાણસી પહોંચશે. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (જેવર) પર અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાનો પણ પ્રસ્તાવ છે. આ પ્રોજેક્ટ હેઠળ અયોધ્યા અને લખનઉનો 135 કિલોમીટર રૂટને કનેક્ટ કરવાની પણ યોજના સામેલ છે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026