મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના આમંત્રણ બાદ પણ મડાગાંઠ યથાવત
June 28, 2026
અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેતીની જમીનમાં ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ નાખવાની કામગીરીના વિરોધમાં ખેડૂતો કેટલાયે દિવસોથી આંદોલન કરી રહ્યા છે. જો કે સિદસર ઉમિયાધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી કર્યા બાદ આ આંદોલન બે થી ત્રણ દિવસમાં ઉકેલાય તેવા સંકેતો મળ્યા હતાં. જો કે આ મુદ્દે સરકાર ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર હોઇ જિલ્લા કલેકટરે ખેડૂતોને ચર્ચા માટેનું આમંત્રણ આપ્યું હતું
જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા રાજ્યના મુખ્ય પ્રધાનને તેમની માંગો અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ખેડૂત આગેવાનો અને રાજ્ય સરકાર વચ્ચે ટેલિફોનિક ચર્ચા થઈ હતી. જો કે ઉકેલ માટે ખેડૂતોને રૂબરૂ સંવાદ માટે આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આગળ જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોના મુદ્દાઓ પર ખુલા મને નિર્ણય લેવાની તૈયારી દાખવી છે અને આગામી દિવસોમાં ખેડૂતો અને સરકારની અનુકૂળતા મુજબ મોરબી અથવા ગાંધીનગર ખાતે આ અંગે રૂબરૂ બેઠક યોજાશે.
જો કે ખેડૂતોએ સરકારના આ આમંત્રણનો અસ્વીકાર કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લા કલેકટર દ્વારા ખેડૂતો સાથે આ અંગે ચર્ચા કરવા માટે મોકલવામાં આવેલા આમંત્રણનો અસ્વીકાર કરતા જણાવ્યું હતું કે આમંત્રણ પત્રમાં તેમની મુખ્ય 6 માંગણીઓ સ્વીકારવાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કરાયો. જ્યાં સુધી અમારી માંગણીનો લેખિતમાં સ્વીકાર નહિ કરવામાં આવે ત્યાં સુધી અમે કોઈ ચર્ચા માટે તૈયાર નથી તેમ જણાવ્યું હતું.
સિદસર ઉમિયાધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી અને બાદમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને મુખ્ય પ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાન સાથે ટ્રસ્ટીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ખેડૂતોને યોગ્ય વળતર આપવા, ખેતીની જમીનને થતું નુકસાન અટકાવવા અને સૂચિત વીજપોલનું સ્થળાંતર કરવા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર તરફથી મળેલા હકારાત્મક વલણને જોતા આગામી બે-ત્રણ દિવસમાં આ આંદોલનનો સુખદ ઉકેલ આવી જશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
Related Articles
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્ત...
Jun 29, 2026
કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશંકા : પેટાળમાં તણાવ વધતા વિસ્તારને અતિ જોખમી ક્ષેત્ર જાહેર કરાયો
કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશં...
Jun 29, 2026
16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે 108 કળશના પવિત્ર જળથી થશે ભગવાનનો જળાભિષેક, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે...
Jun 29, 2026
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે મોપેડને અડફેટે લેતા માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે...
Jun 27, 2026
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઈવ શોના નામે સુરતના વેપારી સાથે રૂ. 1.41 કરોડની ઠગાઈ!
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના...
Jun 26, 2026
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસા...
Jun 25, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026