વિજયના શપથગ્રહણમાં અભિનેત્રી ત્રિશાની હાજરીથી સોશ્યલ મીડિયા પર ગરમાટો
May 11, 2026
વિજયે રવિવારે શપથ લીધા ત્યારે ચેન્નઈનું જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમ અનેક દિગ્ગજોની હાજરીનું સાક્ષી બન્યું હતું. જોકે આ ભવ્ય સમારોહમાં સૌથી વધુ ચર્ચા જો કોઈની થઈ હોય તો એ છે લોકપ્રિય અભિનેત્રી ત્રિશા ક્રિષ્નનની. તેની હાજરીને લઈને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યા છે.
ત્રિશા જ્યારે કડક સુરક્ષા વચ્ચે સ્ટેડિયમમાં પ્રવેશી ત્યારે હજારો સમર્થકો અને કૅમેરાની નજર તેના પર અટકી ગઈ હતી. ટૂંક સમયમાં જ X, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ત્રિશા ત્યાં કેમ છે જેવા પ્રશ્નો સાથે હૅશટૅગ ટ્રેન્ડ થવા લાગ્યા હતા. અનેક યુઝર્સે આટલા મોટા રાજકીય કાર્યક્રમમાં અભિનેત્રીની હાજરી સામે સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે કેટલાક લોકો એને માત્ર અંગત હાજરી ગણાવી રહ્યા છે.
સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ દલીલ કરી હતી કે આ એક ગંભીર રાજકીય કાર્યક્રમ છે, જેમાં અભિનેત્રીની હાજરી બિનજરૂરી લાગે છે.
આ મુદ્દે અનેક મીમ્સ અને એડિટ કરેલા વિડિયો પણ વાઇરલ થયાં છે. બીજી તરફ વિજય અને ત્રિશાના ચાહકોએ તેનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘બન્ને કલાકારો વચ્ચે વર્ષોજૂની મિત્રતા છે અને તેમણે અનેક સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આવા મહત્ત્વના પ્રસંગે કોઈ જૂના મિત્ર કે સહકલાકારની હાજરી સ્વાભાવિક છે.’
Related Articles
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, સરકારી સાક્ષી બનાવાયા
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અન...
Sep 26, 2026
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026