અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક, DEOની વહીવટદાર તરીકે નિમણૂક
December 22, 2025
છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં ઘેરાયેલી અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ સામે સરકારે લાલ આંખ કરી છે. વિદ્યાર્થીઓના ભાવિ અને વહીવટી અનિયમિતતાઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ શાળાનો વહીવટ પોતાના હસ્તક લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજથી અમદાવાદ શહેર DEOએ વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.
રાજ્ય સરકારના આદેશ બાદ અમદાવાદ DEO પોતાની ટીમ અને અન્ય સરકારી અધિકારીઓ સાથે શાળા પરિસર પહોંચ્યા હતા. તેમની હાજરીમાં જ તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ચાર્જ લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શાળામાં ચાલતી ગેરરીતિઓ અટકાવવાનો અને વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને અસર ન પડે તે જોવાનો છે. શાળાનો વહીવટ સરકાર હસ્તક થતા જ શાળાની બહાર વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિ દ્વારા ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વાલી મંડળ દ્વારા DEOનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું અને સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.
Related Articles
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ શકે જાહેર, આખરી મતદાર યાદીની તારીખ આવી સામે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ...
Mar 30, 2026
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડ...
Mar 30, 2026
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચે વાયડક્ટનું કામ પૂર્ણ
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ...
Mar 29, 2026
ગુજરાતનું રાજકીય દાન: ₹309 કરોડમાંથી ₹308 કરોડ એકલા ભાજપના ફાળે, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોનો દબદબો
ગુજરાતનું રાજકીય દાન: ₹309 કરોડમાંથી ₹30...
Mar 28, 2026
અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ, આણંદના 4ની ધરપકડ
અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આ...
Mar 27, 2026
Trending NEWS
30 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026