પાકિસ્તાન પર અફઘાનિસ્તાનનો હુમલો: ISISના આતંકી ઠેકાણા નષ્ટ કર્યાનો દાવો
June 19, 2026
કાબૂલ : અફઘાનિસ્તાને પાકિસ્તાનની અંદર ઘૂસીને એક મોટો હુમલો કર્યો છે. આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના જવાબમાં કરવામાં આવી છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે સવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે, અફઘાન દળોએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ એટલે કે ISIS-Kના આતંકી કેમ્પો અને ઠેકાણાઓ પર સફળ હુમલા કરીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે.
તાલિબાનના જણાવ્યા અનુસાર આ ઠેકાણાઓનો ઉપયોગ અફઘાનિસ્તાનની ધરતી પર હુમલાના ષડયંત્ર માટે થતો હતો. ગયા અઠવાડિયે નાંગરહાર અને પક્તિયામાં પાકિસ્તાની હવાઈ હુમલામાં અફઘાન મહિલાઓ અને બાળકોના મોત થયા હતા, જેના કારણે આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે.
અફઘાન સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ, આ હુમલા બલૂચિસ્તાનના કિલ્લા અબ્દુલ્લા જિલ્લાના ગુલિસ્તાન વિસ્તાર, ચગાઈ જિલ્લાના શાકર આબ જંગલ વિસ્તાર અને ખૈબર પખ્તુનખ્વાની ઓરકઝઈ એજન્સીના કંબર ખેલ વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. આ સ્થાનોનો ઉપયોગ ISIS-K દ્વારા ભરતી, તાલીમ અને ઉચ્ચ નેતાઓની અવરજવર માટે કરવામાં આવતો હતો.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026