Breaking News :
ફિફા ટેલિકાસ્ટમાં મોટી સુરક્ષા ચૂક, લાઈવ મેચના કેમેરા અને બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ હેક થઈ જતા દોડધામ 'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી ન વિરાટ, ન રોહિત... વિશ્વના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય; મેસી-રોનાલ્ડો સાથે જોડાયું નામ FIFA 2026: ફૂટબોલના ઇતિહાસમાં 68 વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ, એક જ દિવસની ચારેય મેચો થઈ ડ્રો! અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુઝિક કમ્પોઝરે આપ્યા નિવૃત્તિના સંકેત: ફેન્સ આઘાતમાં! ‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!

ગોવિંદ નામદેવના દાવાથી કાલા હિરનનો વિવાદ વધુ વકર્યો

June 17, 2026

મુંબઈ : સલમાન ખાન સાથે સંકળાયેલા ૧૯૯૮ના કાળા હરણના શિકારના કેસથી પ્રેરિત હોવાનું મનાતી ફિલ્મ 'કાલા હિરન' ફરતેનો વિવાદ  વધી ગયો છે. નિર્માતા અમિત જાનીએ અગ્રણી કલાકાર ગોવિંદ નામદેવને કાનૂની ચેતવણી જારી કરી છે. નામદેવે તાજેતરમાં તેને પ્રોજેક્ટમાં ગેરમાર્ગે   દોરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. નામદેવે  કહ્યું હતું કે  ફિલ્મનું મૂળ નામ 'સંભલ' હતું અને વાર્તાને પછી ફેરવી નાખવામાં આવશે તેવી તેને જાણ નહોતી.ગોવિંદ નામદેવના આરોપના પ્રતિસાદમાં અમિત જાનીએ તેને નોટિસ આપીને સાત દિવસમાં માફી માગવાની તેમજ પચાસ લાખનું વળતર આપવાની માગણી કરી છે. નિર્માતાએ જણાવ્યું કે નામદેવે કાલા હિરનમાં તેમજ તેની સીક્વલમાં પણ પૂરતી જાણકારી સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું.ફિલ્મ હાઈ પ્રોફાઈલ કાળા હરણ કેસ સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવતા પહેલેથી વિવાદમાં ઘેરાયેલી છે. ફિલ્મમાં સલમાન ખાનના નામનો ઉલ્લેખ નથી પણ તેના અને ટીઝરમાં દર્શાવવામાં આવેલા કલાકાર આયાન ખાન વચ્ચે ઘણુ સામ્ય છે. દરમ્યાન સલમાન ખાને દિલ્હી હાઈ કોર્ટમાં ફિલ્મ પર સ્ટે મુકવાની માગણી કરી છે જેની સુનાવણી ૧૯ જૂને થવાની છે.