ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
June 19, 2026
દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે, ‘ફૂટપાથ પર ચાલવાનો અધિકાર એક મૌલિક અધિકાર છે.’ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે કાયદો બનાવવા માટે પણ કહ્યું છે. આ કાયદા દ્વારા પગપાળા ચાલતા મુસાફરો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને તેની જાળવણી માટે સ્થાનિક નગર નિગમોની જવાબદારી નક્કી કરવા માટે જણાવવામાં આવ્યું છે.
જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને અતુલ એસ. ચંદુરકરની બેંચે સ્પષ્ટ કહ્યું કે, બંધારણના આર્ટિકલ 19(1)(d) અને આર્ટિકલ 21 હેઠળ મુક્તપણે ફરવાના અધિકારમાં પગપાળા ચાલવાનો સમાવેશ થાય છે. આ અધિકાર મોટર વાહનોથી આવવા-જવાની તુલનામાં વધુ મહત્ત્વ ધરાવે છે. જો કોઈ નાગરિકના આ અધિકારનો ભંગ થશે, તો તે જવાબદાર સત્તાધીશો સામે કાયદાકીય પગલાં ભરીને વળતર માંગી શકશે. કોર્ટે નોંધ્યું કે, રસ્તાઓ બનાવવાની સાથે પગપાળા ચાલતા મુસાફરો માટે સારા ફૂટપાથ બનાવવાની જવાબદારી શહેરી વિકાસ સત્તામંડળ, મહાનગરપાલિકાઓ અને પંચાયતોની છે. હાલમાં આપણું નગર પ્રશાસન માત્ર વાહનો અનુકૂળ રસ્તાઓ બનાવવામાં વ્યસ્ત છે અને પગપાળા ચાલનારાઓને કિનારે ધકેલી દેવાયા છે, પરંતુ હવે એવું નહીં ચાલે. આ ચુકાદો 2016માં બનેલી એક માર્ગ અકસ્માતની ઘટનાના ક્લેમ કેસ દરમિયાન આવ્યો છે. શાળાએ જઈ રહેલા 5 વર્ષના માસૂમ બાળકને પાછળથી આવતા ટેન્કરે ટક્કર મારી દીધી હતી, જેમાં તેનું મોત નીપજ્યું હતું. જે રસ્તા પર આ અકસ્માત થયો ત્યાં કોઈ ફૂટપાથ કે ક્રોસિંગની વ્યવસ્થા ન હતી. મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે (MACT) આ કેસમાં 7.82 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું, જેને હાઈકોર્ટે ઘટાડીને 4.70 લાખ રૂપિયા કરી દીધું હતું. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને ભૂલભરેલો ગણાવી વળતરની રકમ વધારીને 11,44,628 રૂપિયા કરી છે અને વીમા કંપનીને 2 મહિનાની અંદર આ રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026