ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
August 23, 2026
કેલિફોર્નિયા : એઆઈની નવી દોડ ચેટબોટ્સ અને ટેક્સ્ટ જનરેશન સુધી સીમિત નથી. ટેક કંપનીઓ રોબોટ્સને વાસ્તવિક દુનિયામાં કામ કરવા સક્ષમ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ સેક્ટરને ફિઝિકલ એઆઈ અથવા એમ્બોડિડ એઆઈ કહેવામાં આવે છે. તેના કેન્દ્રમાં વર્લ્ડ મોડલ્સ છે. જે રોબોટ્સને આસપાસની દુનિયા કેવી રીતે બદલાય છે અને કોઈ ક્રિયા પછી શું પ્રતિક્રિયા હોઈ શકે છે તેનો અંદાજ લગાવવામાં મદદ કરે છે. આ માટે ગૂગલ ડિપમાઈન્ડે જેમિની રોબોટિક્સ ૨ રજૂ કર્યું છે. આ એઆઈ મોડલ હ્યુમનોઈડ સહિત અલગ પ્રકારના રોબોટ્સને ચાલવા, વસ્તુઓ પકડવા, અનેક સ્ટેપ્સવાળા કામનું પ્લાનિંગ કરવા અને અન્ય રોબોટ્સ સાથે મળીને કામ કરવામાં મદદ કરી શકે છે. સામાન્ય રોબોટ્સ પ્રી-પ્રોગ્રામ્ડ હોય છે.
જ્યારે, નવી એઆઈ સિસ્ટમ્સનો હેતુ રોબોટ્સને સમજવામાં મદદ, રીઝનિંગ, મૂવમેન્ટ અને એક્શન લેવામાં મદદ કરવાનો છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, ટેકનોલોજી ઝડપથી આગળ વધી હોવા છતાં રોબોટ્સ સામાન્ય માણસ જેવી સમજણ નથી ધરાવતા.તેઓ કંટ્રોલ્ડ સિમ્યુલેશનમાં ૮૯ ટકા સુધી કામ કરી શકે છે. પરંતુ, વાસ્તવિક ઘરેલુ પરિસ્થિતિઓમાં માત્ર ૧૨ ટકા ટાસ્ક જ સફળતાપૂર્વક કરી શકે છે. એટલે, એઆઈની આગામી ચેલેન્જ ચેટબોટ બનાવવાનો નથી. પરંતુ, દુનિયાને સમજવી, તેની આગાહી કરવી અને સુરક્ષિત રીતે પોતાનું કામ પાર પાડવાની છે.
Related Articles
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
અમેરિકાની તેહરાન પર નવા પ્રતિબંધો લાદવાની તૈયારી, ટ્રમ્પે કહ્યું - તેમની મરજી પ્રમાણે ડીલ નહીં થાય
અમેરિકાની તેહરાન પર નવા પ્રતિબંધો લાદવાન...
Aug 22, 2026
ચીનમાં એવરગ્રાન્ડેના સ્થાપકને આજીવન કેદની સજા ફટકારાઈ
ચીનમાં એવરગ્રાન્ડેના સ્થાપકને આજીવન કેદન...
Aug 22, 2026
હવે Appleમાં પણ કર્મચારીઓ છટણીનો શિકાર, સોફ્ટવેર ટીમમાંથી 200 એન્જિનિયરને હાંકી કાઢ્યા
હવે Appleમાં પણ કર્મચારીઓ છટણીનો શિકાર,...
Aug 22, 2026
અમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવતા ભડક્યું કેનેડા, વેપાર કરાર સ્થગિત કરી કર્યું બદલાનું એલાન
અમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવતા ભડક્યું કેન...
Aug 22, 2026
Trending NEWS
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026