આફ્રિકા સામે હાર બાદ માહોલ ગરમ, ગાૈતમ ગંભીર અને સૌરવ ગાંગુલી વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી

November 17, 2025

ભારત સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટ 30 રને હારી ગયું. હાર બાદ ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટીમની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા અને કોચ ગૌતમ ગંભીરની કાર્યશૈલી વિશે કઠોર કોમેન્ટ કરી. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયા માટે ભારે નિરાશાજનક રહી છે. મુશ્કેલ પીચ પર રમાયેલી ભારત સાઉથ આફ્રિકા સામે 30 રનથી હારી ગયું છે. મેચ 3 દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ, જેના કારણે ભારતીય ટીમની તૈયારી અને વ્યૂહરચના પર ઘણા સવાલો ઉભા થયા. આ હાર બાદ માત્ર ફેન્સ જ નહીં પરંતુ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો પણ ટીમના પ્રદર્શનથી નારાજ હતા.

ભારતીય ટીમની હાર બાદ ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી. સૌરવ ગાંગુલીએ કહ્યું કે ગૌતમ ગંભીરે ટીમના ખેલાડીઓ પર વધુ વિશ્વાસ રાખવો જોઈએ અને ટેસ્ટ મેચ 5 દિવસ સુધી રમવી જોઈએ. તેમને કોમેન્ટ કરી કે તેમને આશા છે કે કોચ ગંભીર તેમની ચિંતાઓ સાંભળશે. ગાંગુલીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ ટીમની રણનીતિ અને નિર્ણયોથી સંતુષ્ટ નથી.

મેચ પછી કોચ ગૌતમ ગંભીરે પિચને લગતી ટીકાઓનો તીખો જવાબ આપ્યો. તેમને કહ્યું કે ઈડન ગાર્ડન્સ પિચ ટીમ મેનેજમેન્ટે જે માગ કરી હતી તે જ હતી. ગંભીરે સમજાવ્યું કે પિચ ખરેખર બેટ્સમેનની ટેકનિક અને માનસિક શક્તિની કસોટી કરે છે. તેને કહ્યું કે જે બેટ્સમેન યોગ્ય બચાવ સાથે રમે છે તેઓ રન બનાવવામાં સફળ થાય છે. તેમને ક્યુરેટર સુજન મુખર્જીની પણ પ્રશંસા કરતા કહ્યું કે તેમને ટીમની માગ અનુસાર સંપૂર્ણ વિકેટ તૈયાર કરી છે.