Breaking News :
AIથી દુનિયા ખતમ થવાના દાવાને કાવતરું ગણાવી ટ્રમ્પનો વિરોધ, નિયંત્રણોથી ચીનને ફાયદો થવાની ચેતવણી રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ બોસ્ટનમાં વિઝા સમયમર્યાદા ઘટાડવાના ટ્રમ્પ નિયમ સામે જજે રોક લગાવી, વિદેશી વિદ્યાર્થીઓ-પત્રકારોને મોટી રાહત લગ્નેતર સંબંધની શંકામાં પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવનાર આરોપીનું પોલીસ વાહનમાંથી કૂદતાં મોત ભારતમાં ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી 4.82%એ પહોંચી, ડુંગળી-લસણના ભાવ વધ્યા; RBIએ 5%નું અનુમાન રાખ્યું પેન્સિલવેનિયામાં ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું, 10 ગુજરાતીઓની ધરપકડ; 1.4 લાખ ગેરકાયદે વસ્તુઓ જપ્ત, 37 ખાતામાં 2 કરોડ ડૉલરના વ્યવહાર મળ્યા

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા ડે અને હર્ષ સિંહે અપાવ્યા બે ગોલ્ડ

July 31, 2026

દિલ્હી  : કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના જુડો ખેલાડીઓએ ઈતિહાસ રચી દીધો છે. અસ્મિતા ડે અને હર્ષ સિંહે શાનદાર પ્રદર્શન કરીને એક જ દિવસમાં ભારતને જુડો રમત ક્ષેત્રે 2 ગોલ્ડ મેડલ અપાવ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે જ કોમનવેલ્થ રમતોત્સવના 92 વર્ષના ઈતિહાસમાં ભારતનો જુડોમાં ગોલ્ડ મેડલનો લાંબો દુકાળ આખરે પૂરો થયો છે. મહિલાઓની Women's 48kg કેટેગરીની ફાઈનલમાં ત્રિપુરાની 23 વર્ષીય અસ્મિતા ડે (Asmita Dey)એ કેનેડાની હેઈડી ક્વેચને હરાવીને દેશને રમતોત્સવના ઈતિહાસનો પ્રથમ જુડો ગોલ્ડ અપાવ્યો હતો. શરૂઆતમાં પોઈન્ટ ગુમાવ્યા બાદ પણ અસ્મિતાએ હિંમત ન હારતા 4 મિનિટની રમતમાં સ્કોર 1-1થી સરભર કર્યો હતો. ત્યારબાદ 'ગોલ્ડન સ્કોર' એટલે કે સડન-ડેથ ઓવરટાઈમમાં સચોટ દાવ લગાવીને તેણે આ ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.

દક્ષિણ ત્રિપુરાના બેલોનિયાની રહેવાસી અસ્મિતાનો પરિવાર અત્યંત સામાન્ય છે અને તેના પિતા સાયકલ મિકેનિક તરીકે કામ કરે છે. આર્થિક તંગી વચ્ચે એથલેટિક્સથી રમતગમતની શરૂઆત કરનાર અસ્મિતાને પાછળથી કોચે જુડો તરફ વાળી હતી. કેન્દ્રીય રમતગમત તાલીમ કેન્દ્ર (SAI) Bhopal ખાતે તાલીમ મેળવીને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. અસ્મિતાની સિદ્ધિના ગણતરીના સમયમાં જ પુરુષોની 60kg કેટેગરીમાં હર્ષ સિંહે (Harsh Singh) આક્રમક રમત બતાવીને ઓસ્ટ્રેલિયાના જોશુઆ કાટ્ઝને 10-0ના અંતરથી હરાવી દીધો હતો. હર્ષ કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં જુડો ક્ષેત્રે ગોલ્ડ મેડલ જીતનાર દેશનો સૌપ્રથમ પુરુષ ખેલાડી બન્યો છે. અગાઉ ભારતને કોમનવેલ્થ જુડો ઈવેન્ટ્સમાં માત્ર 5 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જ મળ્યા હતા, પરંતુ ક્યારેય ગોલ્ડ મળ્યો નહોતો. આ 'ડબલ ગોલ્ડ' સફળતા સાથે જ ભારત ગોલ્ડ મેડલની સંખ્યા 5 પર પહોંચાડીને મેડલ ટેલીમાં 8મા ક્રમે પહોંચી ગયું છે. અસ્મિતાએ પોતાની આ જીત બાદ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'મેં દેશ માટે ગોલ્ડ જીતવા પૂરી તાકાત લગાવી દીધી હતી'