અમેરિકા ધાક ધમકી બંધ નહીં કરે ત્યાં સુધી હોર્મુઝ નહીં ખોલીએઃ ઇરાન
August 09, 2026
વોશિંગ્ટન : ઇરાનના પોલિટબ્યૂરો જેવા એકમ સુપ્રીન નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે અમેરિકા તેની વર્તણૂક સુધારશે નહીં ત્યાં સુધી હોર્મુઝ નહીં ખોલીએ. આ નવી માંગના કારણે હોર્મુઝ જળમાર્ગનું સંચાલન કરવા માટે ચાલતી મંત્રણા પર હવે સંકટના વાદળ ઘેરાયા છે. ઇરાનનું કહેવું હતું કે ફક્ત યુદ્ધનો અંત જ નથી લાવવાનો ભવિષ્યમાં પણ અમેરિકા ક્યારેય ધમકી ન આપે તેમ કરવાનું છે.
ઇરાનની કાઉન્સિલના સેક્રેટરી મોહ્મદ બાઘેર જે શક્તિશાળી રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર પણ છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાએ હવે પછી ક્યારેય ઇરાનને ધમકીઓ નહીં આપવાની. ઇરાન અને ેઆ વિસ્તારમાં તેના સહયોગીઓ સાથેના યુદ્ધનો અંત આવે. અમેરિકાએ ઇરાનીયન બંદરોની કરેલી ઘેરાબંધી ઉઠાવી દેવાય. આ વિસ્તારમાંથી તેનું લશ્કર દૂર કરાય. ઇરાનને થયેલા નુકસાનનું વળતર અપાય અને તેના પરના પ્રતિબંધો દૂર કરાય તથા તેની સ્થગિત થયેલી એસેટ્સ મુક્ત કરાય. ઇરાનની આ માંગો અંગે અમેરિકા તરફથી હજી સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
અબુધાબીની સરકારી માલિકીની કંપની એડનોક ઓઇલ એન્ડ ગેસની માલિકીરું જહાજ હોર્મુઝી ખાડીમાંથી પસાર થતુ હતુ ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇરાને કોમર્સિયલ શિપિંગ પર હુમલો કરવાની તેની વ્યૂહરચનાના ભાગરુપે આ હુમલો કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે શનિવારે થયેલા હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. યુદ્ધ શરુ થયા પછી હોર્મુઝમાંથી પસાર થતાં ડઝનેક જહાજો પર ઇરાન હુમલો કરી ચૂક્યું છે. આ ઉપરાંત દિવસના અંત ભાગમાં ઓમાનના ખાસાબ ટાઉન નજીકથી જતાં જહાજ પર હુમલો થયો હતો અને તેના કારણે તેમા આગ લાગી હતી, પરંતુ જહાજ અને ક્રૂ બંને સલામત છે. ઇરાન અને ઓમાન વચ્ચે હાલમાં હોર્મુઝની ખાડીનું સંચાલન કરવા વાટાઘાટ ચાલી રહી છે. ઇરાન ભલે તેની શરતો ટ્રમ્પ પાસેથી મનાવવામાં સફળ થાય અને પોતે જીતી ગયા હોય તેમ માનતું હોય, પરંતુ વાત સાવ પૂરી પણ થઈ ગઈ નથી. તેમને લાગે છે કે અમે ટ્રમ્પને ઘેરી લીધા છે, પરંતુ આ વ્યૂહરચનાના ભારે જોખમ પણ છે. જો ટ્રમ્પને પોતાની આગવી મર્યાદાઓ છે અને નવેમ્રમાં વચગાળાની ચૂંટણી છે તો ઇરાનને પણ ઘરઆંગણે પડકારો કંઇ ઓછા નથી.
ઇરાન જાણે છે કે અમેરિકા પાસે તેના મિસાઇલોને રોકતા એડવાન્સ્ડ ઇન્ટરસેપ્ટરનો જથ્થો ખૂટી પડવાના આરે છે. આ સિવાય ટ્રમ્પે છેડેલું યુદ્ધ અમેરિકામાં એકદમ બિનલોકપ્રિય છે. તેઓ જાણે છે કે જ્યાં સુધી હોર્મુઝની ખાડી બંધ રહેશે ત્યાં સુધી ક્રૂડ ઓઇલ-ગેસના ભાવ ઊંચા રહેશે અને તેના કારણે અમેરિકન અર્થતંત્ર પર દબાણ જળવાશે. જ્યારે તેમને ઊંચા ભાવનો ફાયદો મળશે. ઇરાનીયનો સારી રીતે જાણે છે કે હોર્મુઝ ખોલાવવું હોય તો અમેરિકા માટે તે ગ્રાઉન્ડ ઓપરેશન વગર શક્ય નથી. આ માટે મોટાપાયા પર અમેરિકન લશ્કરની જરુર પડે. તેઓ સારી રીતે જાણે છે કે યમનમાં હૂથી સહયોગીઓ યુદ્ધનો વ્યાપ વિસ્તારી શકે છે. આમ તર્કની રીતે જોઈએ તો અમેરિકન પ્રમુખ માટે જાણે ઇરાન સાથે હોર્મુઝને લઈને ડીલ કર્યા વગર છૂટકો જ નથી તેવું લાગે.જો કે ઇરાનની આ વ્યૂહરચનાના અનેક ભયસ્થાનો પણ છે.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026