અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર
February 17, 2026
કોમનવેલ્થ તથા વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન ગુજરાતમાં થવાનું છે. એવામાં અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્પોર્ટ્સ એન્ક્લેવ 350 એકરમાં ફેલાયેલું હશે જેમાં ઇન્ટરનેશનલ ટેનિસ સેન્ટર, ઇન્ડોર એરેના, એક્વેટિક સેન્ટર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ એક્સેલન્સનું નિર્માણ કરવામાં આવશે. BDP, કોક્સ આર્કિટેક્ચર અને કોલાજ ડિઝાઇનના કન્સોર્ટિયમ સ્પોર્ટ્સ એન્ક્લેવના માસ્ટર પ્લાનની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.
ભારતમાં આ લેવલનું પહેલું ટેનિસ સેન્ટર અમદાવાદમાં બનાવાશે. જેમાં 10 હજાર સીટનું સેન્ટર કોર્ટ તથા 5 હજાર અને 3 હજાર સીટના શૉ કોર્ટ્સ હશે. ટેનિસ સેન્ટરમાં કુદરતી છાંયડો જળવાઈ તે રીતે ફ્લોટિંગ ફેબ્રિકની છત તૈયાર કરાશે. આ ટેનિસ સેન્ટર ટેનિસ ક્લબમાં પણ પરિવર્તિત થશે, જેમાં ઇન્ડોર-આઉટડોર કોર્ટ્સ અને હોસ્પિટાલિટી સુવિધાઓ હશે.
ટેનિસ સેન્ટર અને મોદી સ્ટેડિયમની વચ્ચે સ્થિત આ સંકુલ 'સ્પોર્ટિંગ આશ્રમ' તરીકે ઓળખાશે. અહીં સ્પોર્ટ્સ જગતના ભાવિ સ્ટાર્સ માટે તાલીમ અને મેડિકલ સુવિધાઓ ઊભી કરાશે. અહીં ટ્રેનિંગ હોલ, જીમ્નેશિયમ, રિકવરી ઇક્વિપમેન્ટ્સ તથા બાયો-મેડિકલ સુવિધાઓ પણ ખેલાડીઓને આપવામાં આવશે.
સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના પૂર્વ છેડે ભારતનું સૌથી મોટું ઇન્ડોર એરેના બનાવવામાં આવશે. અહીં એકસાથે 18 હજાર લોકો બેસી શકશે. જ્યાં જિમ્નાસ્ટિક્સ, બાસ્કેટબોલ અને કબડ્ડી રમાશે તથા કોન્સર્ટ પણ કરી શકાશે. ઇન્ડોર એરેનાની ડિઝાઇન પરંપરાગત ઝરોખા અને છજ્જાથી પ્રેરિત છે.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026