રાજકોટથી મુંબઈ જતી એરઇન્ડિયાની ફલાઈટ છેલ્લા સમયે રદ કરી દેવાતા મુસાફરો અટવાયા

June 21, 2025

ગુજરાતમાં એર ઇન્ડિયાની વધુ એક ફલાઈટ રદ થઈ. રાજ્યમાં ફરી એક વખત એરઇન્ડિયાની ફલાઈટ રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. રાજકોટથી મુંબઈ જતી AI 659-688 ફ્લાઇટ છેલ્લી ઘડીએ કેન્સલ કરવામાં આવી. પ્રાથમિક ધોરણે ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ કેન્સલ કરાઈ હોવાનું કહેવાય છે. અમદાવાદમાં એરઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની દુર્ઘટનામાં મોટાપાયે જાનહાનિ થઈ હતી. આ દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી ફક્ત 1 મુસાફરોનો બચાવ થયો હતો. જ્યારે પ્રવાસીઓ સહિત ક્રૂ મેમ્બરના પ્લેન અકસ્માતમાં મોત નિપજયા હતા. 

એરઈન્ડિયાના પ્લેન ક્રેશ થયાની આ ઘટના બાદથી અત્યારસુધીમાં 5 થી 6 વખત ફલાઈટ રદ કરવામાં આવી હોવાની ઘટના બની છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી અથવા તો દેશમાં મુસાફરી માટે ઉડાન ભરતા એરઇન્ડિયાના પ્લેનમાં છેલ્લા કેટલાક દિવસોમાં ટેકનિકલ ખામીના કારણે ફલાઈટ રદ કરવામાં આવી છે. આજે ફરી એરઈન્ડિયાની વધુ એક ફલાઈટ રદ થઈ. રાજકોટથી મુંબઈ જતી AI 659-688 ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરાતા મુસાફરો ફસાયા.