વડતાલમાં બની રહ્યું છે અક્ષરભુવન, મ્યુઝિયમમાં સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ નથી
November 08, 2024
આ મ્યુઝિયમની ખાસિયત એ છે કે આ બિલ્ડિંગમાં ક્યાંય સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સિમેન્ટની જગ્યાએ પ્રાચીન પદ્ધતિથી શાસ્ત્રોક્ત રીતે ગુગળ, ગોળ, હરડે, અડદનો લોટ, રેતી અને પાણીના મિશ્રણને 100 વાર ઘંટીમાં પીસીને તેમાંથી સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થશે.
આ મ્યુઝિયમમાં 1209 સ્તંભ, 1525 કમાનો, 1920 ફૂટ લાંબો મંડોવર, 74 ઘુમ્મટ, 23 સામરણ અને 1 મુખ્ય ગુંબજ જેના કેન્દ્રમાં સ્વામિનારાયણ ભગવાનની 16 ફૂટ ઊંચી પંચધાતૂની મૂર્તિ વિરાજિત થશે અને 24 અવતારને રિપ્રેઝન્ટ કરતાં વિશાળ મ્યુઝિયમ હોલ બનાવાશે. આ ઉપરાંત સ્વાગત કક્ષ (ઈન્ફોર્મેળન ડેસ્ક) સંત આશ્રમ અને હાઈટેક કન્ઝર્વેશન લેબોરેટરી પણ બનાવવામાં આવશે. મ્યુઝિયમના લેન્ડસ્કેપિંગમાં કમળની ડિઝાઈનમાં નવધા ભક્તિનાં દર્શન લોકો કરી શકશે. આ કમળની દરેક પાંખડી પર 16-16 ફૂટની પ્યોર બ્રાસની મૂર્તિ અને તેની વચ્ચોવચ સ્વામિનારાયણ ભગવાનની 49 ફૂટ ઊંચી મૂર્તિ મૂકવામાં આવશે. કોલમની વચ્ચે 564 કમાન લગાવ્યા છે. જેમાંથી 400થી વધુ કમાનનું ફિટિંગ થઈ ગયું છે અને બીજા કમાન લગાવવાનું ચાલી રહ્યું છે. આ અક્ષર ભુવનનું કામ આશરે ચાર વર્ષમાં પૂર્ણ થઈ જશે તેવી પ્રબળ શક્યતા છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026