ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર
May 07, 2026
સોના અને ચાંદીના ભાવમાં મોટા ઘટાડા બાદ હવે ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. આ સપ્તાહના પ્રથમ દિવસે ભાવમાં જોરદાર ઘટાડો થયા બાદ, હવે સતત 3 દિવસથી બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો આવી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવ જે તેના ઓલ-ટાઇમ હાઈ લેવલથી 2 લાખ કરતા પણ વધુ ઘટી ગયા હતા, તે માત્ર 3 દિવસમાં જ 13,000થી વધુ વધી ગયા છે. સોનાની ચમકમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
MCX સિલ્વર પ્રાઇસ પર નજર કરીએ તો, આ ગુરુવારે બજાર ખુલતાની સાથે જ તેમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. બુધવારે ચાંદી 2,53,265 પર બંધ થઈ હતી, જે ગુરુવારે વધીને 2,57,055 પર પહોંચી ગઈ હતી. આ સપ્તાહે સોમવારે ચાંદીનો ભાવ ઘટીને 2,43,895 થયો હતો, પરંતુ ત્યારબાદ છેલ્લા 3 દિવસમાં જ તેમાં 13,160નો તોતિંગ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનામાં 1 કિલો ચાંદીનો ભાવ 4.57 લાખની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો, જેની સરખામણીએ અત્યારે ચાંદી હજુ પણ 2,00,273 જેટલી સસ્તી મળી રહી છે.
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ તેજી યથાવત છે. બુધવારે MCX પર સોનું 1,52,132 પર બંધ થયું હતું, જે ગુરુવારે ખુલતાની સાથે જ 1,52,887 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. મંગળવારે સોનું 1,49,339ના સ્તરે હતું, જે છેલ્લા ત્રણ દિવસમાં 3548 મોંઘું થયું છે.
સોનાના ભાવમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમ છતાં તે તેના અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર(Life Time High) કરતા હજુ પણ ઘણું સસ્તું છે. જાન્યુઆરી મહિનામાં સોનાનો ભાવ વધીને 2,02,984ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. તે ઊંચા સ્તરની સરખામણીએ અત્યારે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ હજુ પણ 50,097 જેટલું સસ્તું મળી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ છતાં બજારમાં સોના-ચાંદીના ભાવમાં આ પ્રકારની વધઘટ સતત જોવા મળી રહી છે.
Related Articles
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026