રાજકીય ગરમાવો: તમિલનાડુમાં DMK સાથે છેડો ફાડી કોંગ્રેસે વિજયની પાર્ટી TVK ને ટેકો આપવા પ્રસ્તાવ પસાર કર્યો
May 06, 2026
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામો બાદ રાજ્યમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપને સત્તાથી દૂર રાખવાના હેતુ સાથે કોંગ્રેસે હવે સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિલગા વેત્રી કષગમ ને ટેકો આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. રાજ્યમાં TVK સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, ત્યારે કોંગ્રેસના આ સમર્થનના સંકેતથી નવા રાજકીય સમીકરણો રચાયા છે. જોકે, આ સ્થિતિ વચ્ચે તમિલનાડુની સત્તામાં દાયકાઓ સુધી પ્રભુત્વ ધરાવનાર ડીએમકે પક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાજ્યની રાજનીતિમાં આવેલો આ વળાંક ઘણો મહત્વનો માનવામાં આવે છે. વર્ષ 2021 અને 2026 ની ચૂંટણીમાં DMK સાથે ગઠબંધન કરનાર કોંગ્રેસે હવે વિજયની પાર્ટીને સમર્થન આપવાની તૈયારી દર્શાવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોંગ્રેસ આ ટેકાના બદલામાં કેબિનેટમાં 2 મંત્રી પદ અને સરકારી બોર્ડના અધ્યક્ષ પદની માંગણી કરી શકે છે. જનતાના આદેશને ધ્યાને રાખીને કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન સ્થિતિમાં બિન-ભાજપ પક્ષોએ એક થવું જરૂરી છે.
કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે જનતાનો આદેશ સીધો જ ડીએમકે સરકારની વિરુદ્ધમાં રહ્યો છે. કોંગ્રેસના સાંસદ મણિકમ્મ ટાગોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ધ્યાન દોર્યું હતું કે, કેબિનેટના અડધાથી વધુ મંત્રીઓ પોતાની બેઠકો હારી ગયા છે. આ પરિણામો સ્પષ્ટ કરે છે કે જનતાએ વર્તમાન સરકારને નકારી દીધી છે. કોંગ્રેસનો દાવો છે કે ડીએમકે વિરુદ્ધના એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટરને કારણે તેમને પણ બિનજરૂરી નુકસાન વેઠવું પડ્યું છે, તેથી હવે તેઓ નવા વિકલ્પો ચકાસી રહ્યા છે.
હવે જ્યારે ભાજપ તમિલનાડુમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસે સંકેત આપ્યો છે કે તેઓ વિજયની પાર્ટી સાથે હાથ મિલાવવાની વ્યૂહરચના પર આગળ વધી શકે છે. જોકે, સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલા વિજય સામે હજુ પણ અનેક પડકારો યથાવત છે. રાજ્યમાં સ્થિર સરકાર બનાવવા માટે કોંગ્રેસનો સાથ નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે, પરંતુ ડીએમકે આ નવા ગઠબંધન સામે કેવું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે.
Related Articles
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડ...
Nov 02, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લોકોના મોત
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લ...
Nov 01, 2026
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અલ્ટીમેટમ, સરકાર સામે સંકટના વાદળો
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અ...
Nov 01, 2026
Trending NEWS
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026