પ્રિયંકાની વારાણસીનું શુટિંગ પાણીનાં વાંકે અટકી પડયું
May 06, 2026
મુંબઇ : એસ એસ રાજામૌલીની ફિલ્મ 'વારાણસી'ના શૂટિંગમાં અચાનક વિધ્દન આવ્યું છે. હાલ આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન તેમને ફિલ્મના એક દ્રશ્ય માટે ૧૫૦ ટેન્કર પાણીની જરૂરિયાત હતી. તેથી તેમણે હૈદરાબાદના મેટ્રોપોલિટન વોટર સપ્લાઇ એન્ડ સીવેજ બોર્ડને ફિલ્મના શૂટિંગ માટે ૧૫૦ ટેન્કર પાણી આપવા માગણી કરી હતી. શહેરની બહારના એક સ્થળે માટેના સેટ પર પાણીની અંદરના દ્રશ્યને ફિલ્માવવા માટે પાણી જોઈતું હોવાનું જણાવાયું હતું. જોકે, બોર્ડે હાલની ગરમીનું કારણ આગળ ધરીને પાણી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યુ ંહતું કે, અત્યારે ઉનાળામાં પાણીની માંગ વધી છે ત્યારે સ્થાનિક લોકો માટે પાણીનો પુરવઠો જાળવી રાખવો જરૂરી છે. જેથી તે બિનજરૂરી કામો માટે આટલા ટેન્કર આપી શકે એમ નથી. પરિણામે પ્રિયંકા તથા મહેશબાબુની ફિલ્મનું શૂટિંગ હાલ અટક્યું છે.
Related Articles
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કર...
May 06, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપ...
May 06, 2026
સલમાન-કરીનાની જોડી ફરી મચાવશે ધૂમ? બજરંગી ભાઈજાન બાદ સુપરહીરો ફિલ્મમાં જોવા મળશે આ ફેવરિટ જોડી!
સલમાન-કરીનાની જોડી ફરી મચાવશે ધૂમ? બજરંગ...
May 05, 2026
વિજય અને પક્ષની જીત બાદ પ્રેમિકા ત્રિશાનો જૂનો વીડિયો વાયરલ: એક્ટ્રેસે CM બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
વિજય અને પક્ષની જીત બાદ પ્રેમિકા ત્રિશાન...
May 05, 2026
ભારતમાં મને ખાલિસ્તાની કહે છે અને કેનેડામાં પણ ગાળો આપે છે... દિલજીત દોસાંઝનું દર્દ છલકાયું
ભારતમાં મને ખાલિસ્તાની કહે છે અને કેનેડા...
May 05, 2026
કેનેડામાં કપિલ શર્માના કેફે પાસે ચોથી વખત ફાયરિંગ, સોશિયલ મીડિયામાં ધમકી મળી- લાઈનમાં આવી જાવ નહીંતર...
કેનેડામાં કપિલ શર્માના કેફે પાસે ચોથી વખ...
May 05, 2026
Trending NEWS
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
05 May, 2026