સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
May 07, 2026
બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે સોહરાબુદ્દીન શેખના ભાઈ રુબાબુદ્દીન શેખ દ્વારા દાખલ કરેલી અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં મુંબઈની સેશન્સ કોર્ટના એ ચુકાદાને પડકારાયો હતો, જેમાં ગુજરાત અને રાજસ્થાનના પોલીસ કર્મચારી સહિત 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને ગૌતમ અંખાદની બેન્ચે આ અપીલોને ફગાવતા જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટના ચુકાદામાં દખલ કરવા માટે કોઈ મજબૂત આધાર કે કેસ જણાતો નથી.
આ કેસની શરૂઆત 23 નવેમ્બર, 2005ના રોજ થઈ હતી. સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેના સાથી તુલસીરામ પ્રજાપતિ હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા. આ દરમિયાન તેલંગાણાના ઝહિરાબાદ પાસે ગુજરાત અને રાજસ્થાન પોલીસના અધિકારીઓએ તેમની બસ અટકાવી ત્રણેયની અટકાયત કરી હતી. ત્યારબાદ સોહરાબુદ્દીન અને કૌસર બીને ગુજરાત લવાયા હતા, જ્યારે પ્રજાપતિને કસ્ટડીમાં રાખી 26 નવેમ્બર, 2005ના રોજ રાજસ્થાનના ભીલવાડાથી ધરપકડ બતાવી જેલમાં મોકલી દેવાયો હતો.
CBIના જણાવ્યાનુસાર, 25 અને 26 નવેમ્બર, 2005ની મધ્યરાત્રિએ પોલીસ અધિકારીઓએ સોહરાબુદ્દીનનું નકલી એન્કાઉન્ટર કર્યું હતું. ત્યારબાદ કૌસર બીની પણ હત્યા થઈ હતી. 28 નવેમ્બર, 2005ના રોજ તેના મૃતદેહને સળગાવી દેવાયો હતો. આ દરમિયાન પોલીસે દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીન આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાનો સભ્ય હતો અને તે ગુજરાતના એક 'મોટા રાજકીય નેતા'ની હત્યા કરવાના ઈરાદે આવ્યો હતો.
તુલસીરામ પ્રજાપતિની હત્યા પાછળનું કારણ
આ ગાળામાં એક વર્ષ બાદ, 28 ડિસેમ્બર, 2006ના રોજ તુલસીરામ પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર થયું હતું. CBIએ આ એન્કાઉન્ટરને પણ 'તૂત' ગણાવ્યું હતું. તપાસ એજન્સીનો આરોપ હતો કે, તુલસી પ્રજાપતિ સોહરાબુદ્દીન અને કૌસર બીના અપહરણનો મુખ્ય સાક્ષી હતો, તેથી તેને રસ્તામાંથી હટાવવા માટે આ કાવતરું ઘડાયું હતું. તુલસી પ્રજાપતિએ જ અગાઉ જેલના સાથીઓ અને માનવાધિકાર પંચ સમક્ષ પોતાની હત્યા થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.
2010: સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ CBIએ આ કેસની તપાસ સંભાળી.
2018: મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે તમામ 22 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા.
સાક્ષીઓ: આ ટ્રાયલમાં 210 સાક્ષીની તપાસ કરાઈ હતી, જેમાંથી 92 સાક્ષી હોસ્ટાઈલ (પોતાના નિવેદન પરથી ફરી ગયા) જાહેર થયા હતા.
આખરે, રુબાબુદ્દીન શેખ અને તુલસીરામની માતા નર્મદાબાઈની લાંબી કાનૂની લડત બાદ પણ હાઈકોર્ટે નીચલી અદાલતના મુક્તિના આદેશને માન્ય રાખ્યો છે.
Related Articles
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિલ રાષ્ટ્રપતિએ મૂર્મુએ પાછું મોકલી દીધું
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિ...
Sep 26, 2026
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લોકોના મોત, દારૂ પીધો હોય તેમને હોસ્પિટલમાં દાખલ થવા અપીલ
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લો...
Sep 26, 2026
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, સરકારી સાક્ષી બનાવાયા
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અન...
Sep 26, 2026
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026