ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી
April 27, 2026
ભારત હાલમાં વિશ્વનો સૌથી ગરમ દેશ છે, જ્યાં એપ્રિલ મહિનામાં જ તાપમાન 43 થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે, વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 95 માત્ર ભારતમાં જ છે. ભારતીય હવામાન વિભાગના નકશામાં પણ દેશનો મોટાભાગનો હિસ્સો લાલ રંગમાં જોવા મળી રહ્યો છે. જે ગંભીર હીટવેવની સ્થિતિ દર્શાવે છે. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે ગરમીની આ લહેર વધુ લાંબી અને ઘાતક બની રહી છે.
વિજ્ઞાનિઓના મોડલ્સ ચેતવણી આપી રહ્યા છે કે, વર્ષ 2026માં સુપર અલ-નીનો અથવા ગોડઝિલા અલ-નીનો ત્રાટકી શકે છે. વિશ્વ હવામાન સંસ્થા (WMO) ના જણાવ્યા અનુસાર, મે થી જુલાઈ 2026 દરમિયાન અલ-નીનોની શરૂઆત થવાની પ્રબળ શક્યતા છે. પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન આ સદીમાં ક્યારેય ન વધ્યું હોય એટલી ઝડપથી વધી રહ્યું છે. આ સ્થિતિ વિશ્વભરના હવામાન અને વરસાદના પેટર્નને સંપૂર્ણપણે બદલી નાખશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
અલ-નીનોને કારણે વિશ્વના અમુક હિસ્સામાં ભારે પૂર આવશે. જ્યારે દક્ષિણ એશિયા અને ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જો આ સુપર અલ-નીનો બનશે તો ભારતમાં ચોમાસું નબળું પડવાની અને વરસાદ અનિયમિત થવાની શક્યતા છે. જેની સીધી અસર કૃષિ ક્ષેત્ર પર પડશે. પ્રશાંત મહાસાગરમાં પેદા થતી આ ગરમ લહેર પૃથ્વીના તાપમાનમાં અનેકગણો વધારો કરશે. જેનાથી 2026 કે 2027 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે.
વિજ્ઞાનીઓએ સરકારો અને ખાસ કરીને ખેડૂતોને અત્યારથી જ સાવધ રહેવા સૂચના આપી છે. પાણીનો બચાવ, હીટ વેવથી બચવા માટેના આરોગ્ય કાર્યક્રમો અને દુષ્કાળ પ્રતિરોધક પાકની પસંદગી અત્યંત જરૂરી છે. WMO દ્વારા આગામી સમયમાં દક્ષિણ એશિયાઈ ચોમાસા અંગે વધુ સચોટ આગાહી જાહેર કરવામાં આવશે. માનવસર્જિત આબોહવા પરિવર્તન અને અલ-નીનોની સંયુક્ત અસરથી બચવા માટે અત્યારથી જ લાંબાગાળાનું આયોજન કરવું અનિવાર્ય બન્યું છે.
Related Articles
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધ...
Jun 23, 2026
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવ...
Jun 23, 2026
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇ...
Jun 23, 2026
કેરળમાં પક્ષના નબળા પ્રદર્શનને લીધે જ્યોર્જ કુરિયનને રાજ્યસભાની ટિકિટ ન મળતાં મંત્રી પદ છોડ્યું
કેરળમાં પક્ષના નબળા પ્રદર્શનને લીધે જ્યો...
Jun 23, 2026
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલ...
Jun 22, 2026
6 સાંસદો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવની શિવસેનામાં હડકંપ, ઈમરજન્સી બેઠક
6 સાંસદો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં...
Jun 22, 2026
Trending NEWS
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026