'અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છે', FCRA મુદ્દે ભારતનો અમેરિકાને જડબાતોડ જવાબ
August 07, 2026
દિલ્હી ઃ ભારતના પ્રસ્તાવિત બિલ FCRA અંગે અમેરિકાના સાંસદ રાઇલી મૂરેએ કરેલી ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. ભારતે અમેરિકાને જવાબ આપ્યો છે કે આ બિલ ભારતનો આંતરિક મામલો છે. પશ્ચિમ વર્જિનિયાના રિપબ્લિકન નેતા રાઇલી મૂરેએ કહ્યું હતું કે, જો કોઈ ચર્ચ કે ધાર્મિક ચેરિટીનું FCRA રજિસ્ટ્રેશન રદ થાય અથવા રિન્યૂ ન થાય, તો આ નવા કાયદા હેઠળ ભારત સરકાર તેના પર નિયંત્રણ મેળવી શકે છે. આ જોગવાઈઓથી ખ્રિસ્તી સંસ્થાઓ પર અસર પડશે અને તેનાથી ભારત-USના દ્વિપક્ષીય સંબંધો પર પણ માઠી અસર પડી શકે છે. અમે FCRA અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ જોઈ છે. ભારતને લગતી કાયદાકીય બાબતો એ અમારો આંતરિક મામલો છે, જેના પર દેશની સંસદ દ્વારા નિર્ણયો લેવામાં આવે છે. હું સાથે સાથે એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે અમેરિકા સહિત એવા કેટલાય દેશો છે જે વિદેશી ફંડિંગના પ્રવાહનું નિયમન કરે છે.
કેન્દ્ર સરકાર અનુસાર, FCRAના આ સુધારાનો મુખ્ય હેતુ વિદેશી ફંડમાંથી ઊભી કરવામાં આવેલી જાહેર સંપત્તિઓનું રક્ષણ કરવાનો છે. જો કોઈ સંસ્થાનું રજિસ્ટ્રેશન કેન્સલ થાય, તો પણ તેની પ્રવૃત્તિઓ કાયદાકીય રીતે ચાલુ રહે તે માટે એક સત્તાવાર ઑથોરિટી અસ્થાયી રૂપે વહીવટ સંભાળશે. સરકારે ખાસ સ્પષ્ટતા કરી છે કે જો આવી મિલકતોમાં પૂજાના સ્થળો કે ધાર્મિક સંસ્થાઓનો સમાવેશ થતો હોય, તો Designated Authorityએ તેનું ધાર્મિક સ્વરૂપ અને પવિત્રતા જાળવી રાખીને જ વહીવટ કરવાનો રહેશે.
Related Articles
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, સરકારી સાક્ષી બનાવાયા
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અન...
Sep 26, 2026
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026