અમેરિકાની વિચારધારાનો અંત જરૂરી.' પોલીસ ફાયરિંગમાં જીવ ગુમાવેલા ભારતીય એન્જિનિયરની પોસ્ટ વાઈરલ
September 19, 2025
સાન્ટા ક્લેરા : અમેરિકામાં એક ભારતીય એન્જિનિયર મોહમ્મદ નિઝામુદ્દીનનું મૃત્યુ થઈ ગયુ છે. પોતાના રૂમમેટ સાથે ઝઘડા બાદ પોલીસે તેને ગોળી મારી દીધી હતી. 3 સપ્ટેમ્બરના રોજ કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં તેને ગોળી મારી દેવામાં આવી હતી. નિઝામુદ્દીને ફાયરિંગની ઘટનાના લગભગ એક અઠવાડિયા પહેલા જ વંશીય ઉત્પીડન અંગે પોસ્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે, 'વંશીય ભેદભાવના કારણે જ મારા પગારમાં છેતરપિંડી કરવામાં આવી આવતી હતી અને પછી મને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો હતો.' તેણે લિંક્ડઈન પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, હું વંશીય તિરસ્કારનો શિકાર છું. મારી સાથે અન્યાય કરવામાં આવ્યો અને ખોટી રીતે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
હું અન્યાય સામે અવાજ ઉઠાવવા માગુ છું. આ અમેરિકન અને શ્વેત લોકોની વિચારધારાનો અંત આવવો જરૂરી છે. કોર્પોરેટમાં પણ આ પ્રકારના અત્યાચાર પર લગામ લગાવવી જોઈએ અને ગુનેગારોને સજા મળવી જોઈએ.' તેણે પોસ્ટમાં આગળ જણાવ્યું હતું કે, મને નોકરીમાંથી કાઢી મૂકવા પર જ વાત પૂરી નથી થતી. તેમણે મારી પાછળ જાસૂસો લગાવ્યા છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેમણે મારા ખોરાકમાં ઝેર પણ ભેળવી દીધું છે, અને હવે મને રહેવા માટે જગ્યા પણ નથી મળી રહી. આ લોકોઅ મને મારા રૂમમાંથી પણ કાઢી મૂક્યો છે.
આજે મારી સાથે આવું થઈ રહ્યું છે, કાલે કોઈક બીજા સાથે પણ આવું થઈ શકે છે. હું જાણું છું કે હું કોઈ સંત નથી, પણ તેઓ એટલું જાણી લે કે તેઓ પણ ભગવાન નથી. હું આગળની વાત બીજી પોસ્ટમાં કરીશ. સાન્ટા ક્લેરા પોલીસે જણાવ્યું કે, અમને 911 પર ફોન કરીને છરાબાજીની ઘટનાની જાણ કરવામાં આવી હતી. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે નિઝામુદ્દીનના હાથમાં છરી હતી. તેને છરી ફેંકી દેવાનું કહ્યું પરંતુ તે ન માન્યો ત્યારે તેના પર ગોળી ચલાવી દેવામાં આવી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, નિઝામુદ્દીને તેના રૂમમેટ પર છરીથી હુમલો કર્યો હતો. પરિવારનો દાવો છે કે ગોળી મારતા પહેલા નિઝામુદ્દીને પોતે જ પોલીસને મદદ માટે બોલાવી હતી.
Related Articles
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ!
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ...
Oct 04, 2026
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજાય ચૂંટણી ઃ ઉદ્ધવ અને રાજ ઠાકરે
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજ...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026