Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા

February 09, 2026

ગુજરાતમાં વાહનોની સંખ્યામાં છેલ્લા એક દાયકામાં 70 ટકાનો માતબર વધારો નોંધાયો છે. વર્ષ 2014-15માં રાજ્યમાં નોંધાયેલા વાહનોની સંખ્યા 1.67 કરોડ હતી, જે હવે વધીને 3.11 કરોડ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલમાં નોંધાયેલા કુલ વાહનોમાં 75 ટકા હિસ્સો માત્ર ટુ-વ્હીલર્સનો છે.

રાજ્ય પરિવહન વિભાગની માહિતી અનુસાર, વર્ષ 2024-25માં ગુજરાતમાં નોંધાયેલા કુલ વાહનોમાં 1.63 લાખ બસ, 49.54 લાખ કાર, 11 લાખ ઓટોરિક્ષા અને 2.47 કરોડ ટુ-વ્હીલર્સનો સમાવેશ થાય છે. વર્ષ 2000-01ના આંકડાઓ સાથે તુલના કરીએ તો, તે સમયે રાજ્યમાં માત્ર 48.10 લાખ વાહનો હતા. આમ, છેલ્લા 25 વર્ષમાં વાહનોની સંખ્યામાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ટુ-વ્હીલર્સની સાથે હવે કારની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં કારની સંખ્યામાં થયેલો ક્રમશઃ વધારો આશ્ચર્યજનક છે. વર્ષ 1960-61માં રાજ્યમાં માત્ર 15,927 કાર હતી, જે 1990-91માં વધીને 1.55 લાખ અને 2000-01માં 4.38 લાખ સુધી પહોંચી હતી. 2010-11માં આ આંકડો 12.18 લાખ થયો અને 2019-20માં વધીને 34.62 લાખ નોંધાયો હતો.

વર્ષ 2019-20ની સરખામણીએ હાલમાં કારની સંખ્યામાં 40 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2026ની અંદાજિત 7.31 કરોડની વસ્તી સામે રાજ્યમાં વાહનોની સ્થિતિ જોતા, હાલ ગુજરાતમાં સરેરાશ દર 2.36 વ્યક્તિએ 1 પેસેન્જર વ્હીકલ નોંધાયેલું છે.