અમિતાભ બચ્ચનની ભૂતનાથના ત્રીજા પાર્ટની તૈયારી શરૂ
November 09, 2024
મુંબઇ : અમિતાભબચ્ચનની જાણીતી, લોકપ્રિય અને સફળ ફિલ્મ 'ભૂતનાથ'નો ત્રીજો ભાગ બનવાની તૈયારી શરૂ થઇ ગઇ હોવાના સમાચાર છે. આ ફિલમમાં બિગ બીએ એક પ્રેમાળ ભૂતની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લીધા હતા. જોકે હાલ આ ફિલ્મ પ્રારંભિક સ્ટેજમાં છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે અને ૨૦૨૬માં ફિલ્મને રિલીઝ કરવાની યોજના છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઇ ગયું છે. રસપ્રદ વાત તો એ છે કે, શાહરૂખ ખાને ભૂતનાથના બન્ને ભાગમાં કેમિયો કર્યો હતો. પરંતુ હવે નિર્માતા ઇચ્છે છે કે, આ વખતે ત્રીજા હિસ્સામાં અભિનેતાનો રોલ વધુ લંબાવવામાં આવે. જોકે આ અંગેનો આખરી નિર્ણય સ્ક્રિપ્ટ પૂરી થાય પછી લેવામાં આવશે. 'ભૂતનાથ ૩' હજી પ્રારંભિક સ્ટેજમાં હોવાથી ફિલ્મની અન્ય કાસ્ટ વિશે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. સ્ક્રિપ્ટ પૂરી થાય પછી જ ફિલ્મને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવશે.
Related Articles
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કર...
May 06, 2026
પ્રિયંકાની વારાણસીનું શુટિંગ પાણીનાં વાંકે અટકી પડયું
પ્રિયંકાની વારાણસીનું શુટિંગ પાણીનાં વાં...
May 06, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપ...
May 06, 2026
સલમાન-કરીનાની જોડી ફરી મચાવશે ધૂમ? બજરંગી ભાઈજાન બાદ સુપરહીરો ફિલ્મમાં જોવા મળશે આ ફેવરિટ જોડી!
સલમાન-કરીનાની જોડી ફરી મચાવશે ધૂમ? બજરંગ...
May 05, 2026
વિજય અને પક્ષની જીત બાદ પ્રેમિકા ત્રિશાનો જૂનો વીડિયો વાયરલ: એક્ટ્રેસે CM બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
વિજય અને પક્ષની જીત બાદ પ્રેમિકા ત્રિશાન...
May 05, 2026
ભારતમાં મને ખાલિસ્તાની કહે છે અને કેનેડામાં પણ ગાળો આપે છે... દિલજીત દોસાંઝનું દર્દ છલકાયું
ભારતમાં મને ખાલિસ્તાની કહે છે અને કેનેડા...
May 05, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026