NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ પેપરના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા
May 17, 2026
વાસ્તવમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દર વર્ષે નીટ યુજી પ્રશ્ન પત્રના બે સેટ તૈયાર કરતી હોય છે. આમાંથી કયો સેટ પરીક્ષામાં ઉપયોગ કરાશે, તેની માહિતી માત્ર ડાયરેક્ટર જનરલ પાસે હોય છે. બે સેટમાંથી એક પ્રશ્નપત્રનો સેટ હોય છે, જ્યારે બીજો સેટ રિઝર્વમાં રાખવામાં આવે છે. પરીક્ષામાં જો કોઈ ગેરરીતિ થાય અથવા પેપર લીક થાય તો તાત્કાલીક બીજા સેટનો ઉપયોગ કરી શકાય તે માટે NTA બે સેટ તૈયાર કરતી હોય છે. જોકે સીબીઆઈની તપાસમાં હવે સામે આવ્યું છે કે, રિઝર્વ સેટનું પેપર પણ પહેલેથી જ લીક થઈ ગયું હતું.
NTA દ્વારા નીટ પરીક્ષા માટે બીજો સેટ પણ તૈયાર કરાયો હતો. જોકે જે પ્રશ્નો NTAના બીજા સેટમાં હતા, તેવા જ પ્રશ્નો આરોપીઓના સંભવિત પ્રશ્નપત્રમાં પણ હોવાનો ખુલાસો થયો છે. આમાં તમામ સવાલો બીજા સેટ સાથે મેચ થયા છે.
ત્રીજી મેના રોજ પ્રશ્નપત્રનો પ્રથમ સેટ પરીક્ષામાં લવાયો હતો અને બીજા સેટ રિઝર્વમાં રખાયો હતો. જોકે હવે બંને સેટના બાયોલોજી અને કેમિસ્ટ્રીના તમામ સવાલો સંભવિત પ્રશ્નપત્રમાં હતા. એટલે કે માત્ર પરીક્ષાના દિવસે આવેલું પ્રશ્નપત્ર જ નહીં, રિઝર્વમાં રખાયેલ પ્રશ્નપત્ર પણ લીક થયું હતું. તપાસ મુજબ, પી.વી.કુલકર્ણી અને મનીષ માંધરેએ મળીને આ સંભવિત પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું અને તેને અનેક રાજ્યોમાં લાખોમાં વેંચ્યા હતા.
સંભવિત પ્રશ્નપત્રમાં બાયોલોજીના 180 અને કેમેસ્ટ્રીના 90 સવાલો એવા છે, જે NTAના બંને નીટ પેપરમાં સામેલ સવાલો સાથે એકસરખા મેળ ખાય છે. બંને સેટ પેપરમાં બાયોલોજીના 90 અને કેમેસ્ટ્રીના 45 સવાલ હતા, એટલે કે ગેસ પેપરમાં અડધો-અડધ સવાલો મેચ થતા હતા.
Related Articles
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026