અરુણાચલ મુદ્દે ફરી તણાવ: ભારતના વિરોધ બાદ ચીનનું નિવેદન કહ્યું, ‘ઝાંગનાન ચીનનો ભાગ’
April 15, 2026
ભારત દ્વારા અરુણાચલ પ્રદેશના સ્થળોને કાલ્પનિક નામ આપવાના મુદ્દે ચીનની ટીકા કર્યા પછી ચીને કડક પ્રતિક્રિયા આપી હતી. ચીનના જણાવ્યા મુજબ ‘ઝાંગનાન’ તેનો પ્રદેશ છે અને ભારત દ્વારા સ્થાપિત અરુણાચલ પ્રદેશને તે ક્યારેય માન્યતા આપતું નથી. સાથે જ ચીને આશા વ્યક્ત કરી હતી કે બન્ને દેશો સંબંધો સુધારવા માટે સહકાર વધારશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને ગઈ કાલે જણાવ્યું હતું કે ઝાંગનાન વિસ્તાર ચીનનો જ ભાગ છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં આવેલા સ્થળોના નામોને પ્રમાણિત કરવાનો નિર્ણય ચીનના સાર્વભૌમ અધિકાર હેઠળ આવે છે. આ મુદ્દે ચીનનો અભિગમ બદલાયો નથી.
ચીન અરુણાચલ પ્રદેશને ‘ઝાંગનાન’ તરીકે ઓળખાવે છે અને તેને પોતાનો ભાગ ગણાવે છે. ૧૦ એપ્રિલે ચીને આ વિસ્તારમાં પ્રમાણિત નામોની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. હાલમાં ભારત-ચીન સંબંધો સામાન્ય રીતે સ્થિર હોવાનું ચીનનું કહેવું છે. બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવા અને આગળ વધારવા માટે ચીન પોતાની નીતિ યથાવત્ રાખશે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી.
Related Articles
AAP સાંસદ અશોક મિત્તલ અને તેમની LPU યુનિવર્સિટી પર ઈડીના દરોડા, ડિજિટલ પુરાવા-મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા
AAP સાંસદ અશોક મિત્તલ અને તેમની LPU યુનિ...
Apr 15, 2026
નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: લંડનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ગુપ્ત બેઠક, અંતિમ પ્રક્રિયા શરૂ
નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: લ...
Apr 15, 2026
મુંબઈના BKCમાં મેટ્રો કામ દરમિયાન મોટી દુર્ઘટના, ક્રેન પલટી જતાં બીમ ધરાશાયી
મુંબઈના BKCમાં મેટ્રો કામ દરમિયાન મોટી દ...
Apr 15, 2026
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 10ના મોત, 40થી વધુ શ્રમિકો દાઝ્યા
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર...
Apr 14, 2026
ઓસ્ટ્રેલિયાના કડક વિઝા નિયમોની અસર ભારતીય વિદ્યાર્થીઓની 40 ટકા અરજી રિજેક્ટ
ઓસ્ટ્રેલિયાના કડક વિઝા નિયમોની અસર ભારતી...
Apr 14, 2026
Trending NEWS
14 April, 2026
14 April, 2026
14 April, 2026
14 April, 2026
14 April, 2026
13 April, 2026
13 April, 2026
13 April, 2026
13 April, 2026
13 April, 2026