થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
September 30, 2026
મહારાષ્ટ્રના થાણે શહેરમાં શિવસેનાના અગ્રણી નેતાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરાતા ચકચાર મચી છે. શિવસેનાના માનપાડા વિભાગના પ્રમુખ પ્રદીપ પુર્ણેકર પોતાના કાર્યાલય પાસે હતા ત્યારે જ આ જીવલેણ હુમલો થયો હતો. અંધાધૂંધ ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલા નેતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ સનસનીખેજ ઘટના મનોરમાનગર વિસ્તારમાં બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, પ્રદીપ પુર્ણેકર ઓફિસ બહાર ઊભા હતા ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શૂટર્સે અચાનક ફાયરિંગ શરૂ કર્યું હતું. ઓળખ છુપાવવા હુમલાખોરોએ હેલ્મેટ અને માસ્ક પહેર્યા હતા. તેઓએ અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવતા 2 ગોળીઓ પુર્ણેકરને વાગી હતી અને તેઓ લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યા હતા.
સરેઆમ થયેલા આ ફાયરિંગને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. ઘટના બાદ તરત જ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો ઈજાગ્રસ્ત નેતાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ થતાં જ ઠાણે પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ હત્યા પાછળ રાજકીય અદાવત છે કે કોઈ અંગત દુશ્મનાવટ, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. શૂટર્સ કયા હથિયાર સાથે આવ્યા હતા અને કેટલા હતા તે જાણવા સીસીટીવી ફૂટેજ ચકાસીને આરોપીઓને ઝડપી પાડવા ચારેકોર કડક નાકાબંધી કરી દેવાઈ છે.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી...
Sep 28, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026