ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં પણ આટલો જ ટેક્સ પડશે ચૂકવવો
February 21, 2026
અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટેરિફને 'ગેરકાયદેસર' જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ ભારતને મોટી રાહત મળી છે. અગાઉના ટેરિફ રદ થયા પછી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અન્ય નિયમ હેઠળ તમામ દેશો પર 10 ટકા ટેરિફની જાહેરાત કરી છે.
આ જાહેરાત બાદ એવા સવાલો ઉઠી રહ્યા હતા કે, શું ભારત જેવા દેશો, જેઓ અમેરિકા સાથે 'ટ્રેડ ડીલ' પર સહમતિ સાધી ચૂક્યા છે, તેમના ઉત્પાદનોને આ નવા ટેરિફમાં સ્થાન મળશે કે નહીં? પરંતુ થોડી જ વારમાં અમેરિકી વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું કે, જે દેશો સાથે ટ્રેડ ડીલ થઈ ચૂકી છે અથવા સહમતિ બની છે, તેમના પર પણ હવે સમાન રીતે 10 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. આ અગાઉ, ટ્રેડ ડીલ હેઠળ અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 18 ટકા ટેરિફ લગાવવાની વાત કરી હતી.
વ્હાઇટ હાઉસના અધિકારીઓએ ન્યૂઝ ચેનલ ‘CNBC’ ને સ્પષ્ટતા કરી છે કે, ભારત પર ટેરિફનો દર 18 ટકાથી ઘટીને 10 ટકા થઈ ગયો છે. આ ટ્રમ્પના નવા 10 ટકા વૈશ્વિક ટેરિફની વ્યાખ્યા કરે છે. CNBC ના સંવાદદાતા એમોન જાવેર્સે ભારત સહિતના તમામ ટ્રેડ ડીલ ધરાવતા દેશો પરના 10 ટકા ટેરિફ અંગે વિગતવાર માહિતી આપી છે.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026