LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
May 02, 2026
અમેરિકાની નાકાબંધી અને ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી બંધ રાખવાને કારણે દેશમાં ઊભા થયેલા ગેસ સંકટ વચ્ચે એક આશાસ્પદ સમાચાર મળ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારતનું એક સુપરટેન્કર 45,000 ટન એલપીજી ગેસ લઈને હોર્મુઝ ક્રોસ કરી રહ્યું છે.
શનિવારે આ સુપરટેન્કર લારક અને કેસમ આઇલેન્ડ પાસે હતું. તે ઓમાનની ખાડી થઈને ભારત પહોંચવાની શક્યતા છે. અમેરિકાએ 13 એપ્રિલથી નાકાબંધી કરી હોવાથી આ માર્ગે ટેન્કરોનું નીકળવું મુશ્કેલ બન્યું હતું. આ ગેસ ભારત પહોંચવાથી બજારમાં ચાલી રહેલી અછત અને વધતા ભાવોમાં રાહત મળી શકે છે.
રિપોર્ટ અનુસાર, અમેરિકાની નાકાબંધીને કારણે ભારતના ઓછામાં ઓછા 14 જહાજો હજુ પણ ફારસની ખાડીમાં રોકાયેલા છે. અગાઉ બે જહાજોએ નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈરાનની ચેતવણી બાદ તેમણે પરત ફરવું પડ્યું હતું. જોકે, ઈરાન સાથે કનેક્શન ધરાવતા અંદાજે 34 ટેન્કરો અમેરિકાની નાકાબંધીને ચકમો આપીને નીકળવામાં સફળ રહ્યા છે.
નિયમ મુજબ, અમેરિકન નૌસેના અન્ય દેશની દરિયાઈ સીમામાં જહાજને રોકી શકતી નથી. આથી, જો કોઈ જહાજ ઈરાનના તટીય વિસ્તારથી ચાબહાર બંદર પહોંચે અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા થઈને ભારત તરફ આવે, તો તે એક વૈકલ્પિક રસ્તો બની શકે છે. આ માર્ગે ટેન્કર ગુજરાત, મહારાષ્ટ્ર અથવા ગોવાના બંદરો પર પહોંચી શકે છે.
ગેસની રાહત વચ્ચે સામાન્ય જનતા માટે ચિંતાના સમાચાર પણ છે. તાજેતરમાં 5 કિલોના નાના ગેસ સિલિન્ડરના ભાવમાં 261 રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડરમાં 1000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 126 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હોવાથી નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે.
Related Articles
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિલ રાષ્ટ્રપતિએ મૂર્મુએ પાછું મોકલી દીધું
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિ...
Sep 26, 2026
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લોકોના મોત, દારૂ પીધો હોય તેમને હોસ્પિટલમાં દાખલ થવા અપીલ
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લો...
Sep 26, 2026
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, સરકારી સાક્ષી બનાવાયા
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અન...
Sep 26, 2026
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026