Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય

February 09, 2026

અમદાવાદ  : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા મસમોટા બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે, જે નિઃસંતાન દંપતીઓની સંતાન પ્રાપ્તિની ભાવનાનો દુરુપયોગ કરી લાખો રૂપિયા પડાવતું હતું. આ ટોળકી ખાસ કરીને આર્થિક રીતે સદ્ધર હોય તેવા દંપતીઓને શોધી તેમની પાસેથી 'નોન-રિફંડેબલ' એડવાન્સ રકમ વસૂલતી હતી. હાલમાં પોલીસે હૈદરાબાદ જઈ રહેલા વંદના પંચાલ, રોશન અગ્રવાલ અને સુમિત યાદવ નામના એજન્ટોની ધરપકડ કરી તેમની પાસેથી 15 દિવસનું બાળક છોડાવ્યું છે. આ સાથે જ બનાસકાંઠાના મુખ્ય સપ્લાયર યુનુસ સિંધિને પણ દબોચી લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે આ રેકેટ પ્લાનિંગ સાથે ચાલતું હતું. જેમાં એજન્ટો ગરીબ અથવા મજબૂર માતા-પિતાને શોધી તેમની પાસેથી દોઢેક લાખ રૂપિયામાં નવજાત બાળક ખરીદી લેતી હતી. ત્યારબાદ આ બાળકનું પોષણ કરી, તેના ફોટા પાડી એજન્ટોના ગ્રૂપમાં વાયરલ કરવામાં આવતા હતા. નિઃસંતાન દંપતી પાસેથી બાળક દીઠ 10થી 15 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા. એકવાર સોદો નક્કી થયા પછી દંપતીને બાળક પસંદ ન આવે તો પણ એડવાન્સ પેટે લીધેલી રકમ પરત કરવામાં આવતી નહોતી.