બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન: હેલિકોપ્ટરથી હુમલો, 64ના મોત
October 29, 2025
બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ડ્રગ માફિયા 'રેડ કમાન્ડો' વિરુદ્ધ પોલીસે દેશના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ હેલિકોપ્ટરથી બોમ્બમારો કરી રહી છે, જ્યારે માફિયાઓ ડ્રોનથી બોમ્બ વરસાવીને હુમલો કરી રહ્યા છે. 'ડ્રગ લોર્ડ્સ' (માફિયા નેટવર્કના મુખ્ય સૂત્રધાર) અને પોલીસ વચ્ચે ભારે ગોળીબાર થયો છે. અત્યાર સુધીમાં આ ઓપરેશનમાં કુલ 64 લોકોનાં મોત થયા છે, જેમાં પોલીસની ગોળીથી માર્યા ગયેલા 60 ડ્રગ તસ્કરો અને શહીદ થયેલા ચાર પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
બ્રાઝિલ પોલીસનું ઓપરેશન રિયો ડી જાનેરોમાં ચાલી રહ્યું છે, જ્યાં યુદ્ધ જેવી સ્થિતિ છે. આ શહેર લાંબા સમયથી Comando Vermelho (CV) (જેને રેડ કમાન્ડો પણ કહેવાય છે) અને Terceiro Comando Puro (TCP) જેવા 'ડ્રગ લોર્ડ્સ'ના નિયંત્રણમાં છે. ડ્રગ તસ્કરીનું સિન્ડિકેટ ચલાવતી આ ગેંગ ગેરકાયદેસર હથિયારો, જમીન પર કબજો અને સ્થાનિક લોકો પાસેથી સુરક્ષા ટેક્સ પણ વસૂલે છે. ઓક્ટોબર 2025ના અંતમાં રિયોના મેયર અને રાજ્ય સરકારે આ હેતુથી ઓપરેશન રિયો પેસિફિકાડો (Operation Rio Pacificado) નામનું એક અભિયાન શરૂ કર્યું છે.
ગવર્નર ક્લાઉડિયો કાસ્ટ્રોએ વીડિયો નિવેદનમાં જણાવ્યું કે, પોલીસ ઓપરેશનમાં 60 ગુનેગારોને 'ન્યૂટ્રલાઈઝ' કરવામાં આવ્યા છે. આ મોટા પાયેના અભિયાનમાં લગભગ 2,500 પોલીસકર્મીઓ અને સૈન્યકર્મીઓ સામેલ હતા, જેનો મુખ્ય ઉદ્દેશ 'Comando Vermelho' (લાલ કમાન્ડો) ડ્રગ ગેંગને નિશાન બનાવવાનો હતો, જે રિયોના ગરીબ વિસ્તારોમાં સક્રિય છે.
પોલીસે હેલિકોપ્ટરો અને બખ્તરબંધ વાહનો સાથે દરોડા પાડ્યા, જેમાં ભારે ગોળીબાર થયો અને આગ લાગવાની ઘટનાઓ પણ બની. પોલીસે 250થી વધુ તપાસ વોરંટ જાહેર કર્યા અને 81 શંકાસ્પદોની ધરપકડ કરી. માફિયાના 60 સભ્યો માર્યા ગયા અને 4 પોલીસકર્મીઓના મોત થયા. પોલીસે 75થી વધુ રાઇફલો, 200 કિલો કોકેન, રોકડ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે. પોલીસ ડ્રગ માફિયાના સંપૂર્ણ વિનાશના મિશન પર છે.
ગેંગના સભ્યોએ પોલીસ પર ડ્રોનથી હુમલા કરીને પ્રતિક્રિયા આપી. તેમણે રસ્તાઓ બંધ કર્યા અને 50થી વધુ બસો પર કબજો કરીને માર્ગો અવરોધ્યા હતા. રિયોની શેરીઓમાં યુદ્ધ જેવું દ્રશ્ય સર્જાયું, જ્યાં ગુંડાઓની લાશો પડેલી મળી આવી. ખૌફ અને દહેશતના માહોલને કારણે આસપાસની શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી હતી.
Related Articles
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ્રી, પુતિન-ઝેલેન્સ્કીને ફોન કરી આપી મોટી ઓફર
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ...
Jul 05, 2026
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન અંગે દાવ
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ...
Jul 03, 2026
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજને કારણે 46 ડિગ્રી તાપમાનનો અનુભવ, 6 કરોડ લોકો માટે એલર્ટ જાહેર
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજ...
Jul 01, 2026
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4 કંપની સામેથી પ્રતિબંધ ઊઠાવ્યા
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4...
Jul 01, 2026
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવા દક્ષિણ કોરિયાનું 576 અબજ ડોલરનું જંગી રોકાણ
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્ર...
Jun 30, 2026
Trending NEWS
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
04 July, 2026
04 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026