ભાજપ નથી ઇચ્છતું કે ગરીબ પણ અંગ્રેજી શીખે: ગૃહમંત્રી શાહ પર રાહુલનો વળતો પ્રહાર
June 20, 2025
અમેઠી: ભાષા વિવાદ પર રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, 'ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગરીબોના બાળકો અંગ્રેજી શીખે તેવું ઇચ્છતા નથી.' નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, 'ભારતમાં એવો સમય આવશે જ્યારે અંગ્રેજી બોલનારાઓ શરમ અનુભવશે.'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, ' અંગ્રેજી બાંધ નથી, તે એક પુલ છે. અંગ્રેજી શરમ નથી, તે શક્તિ છે. અંગ્રેજી સાંકળ નથી, તે સાંકળો તોડવાનું એક સાધન છે. ભાજપ-આરએસએસ ગરીબ બાળકો અંગ્રેજી શીખે તેવું ઇચ્છતા નથી. તે નથી ઇચ્છતા કે ગરીબ બાળકો અભ્યાસ કરે, સવાલો પૂછે, આગળ વધે અને સમાનતા પ્રાપ્ત કરે. આજના સમયમાં, અંગ્રેજી તમારી માતૃભાષા જેટલું જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે રોજગાર આપશે અને તમારો આત્મવિશ્વાસ વધારશે.'
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ સાથે રાહુલ ગાંધી એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, 'અંગ્રેજી એક હથિયાર છે. જો તમે અંગ્રેજી શીખો છો, તો તમે ગમે ત્યાં એન્ટ્રી કરી શકો છો. જો તમે અંગ્રેજી શીખો છો, તો તમે અમેરિકા, જાપાન અને બીજે ક્યાંય પણ જઈ શકો છો. તમે ગમે ત્યાં કામ કરી શકો છો. જે લોકો અંગ્રેજીનો વિરોધ કરે છે તેઓ નથી ઇચ્છતા કે તમને કરોડો રૂપિયાની નોકરી મળે. તેઓ ઇચ્છે છે કે તમારા માટે દરવાજા બંધ રહે.'
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026